લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન કેન્દ્રો પર મતદારોને છાંયડો મળી રહે અને અસહ્ય તાપ સામે રક્ષણ મળી રહે તે માટે મતદાન મથકો પર શેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં મતદારો માટે ગરમીના સમયગાળા દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શરબત તેમજ કોલ્ડ્રીંક્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લોકશાહીના પર્વમાં મતદાન માટે આવતા મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગરમીની વચ્ચે મતદાન દરમિયાન મતદાર સહાય બુથ પર મતદારો માટે શરબતની વ્યવસ્થા

Recent Comments