ગુજરાત

ગરમી એ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડયો, હજુ પણ આગામી 3 દિવસમાં 41 ડિગ્રીથી વધુ ગરમી પડશે

એન્ટી સાયકલોનીક સરકયુલેશન ની અસરથી બે દિવસથી સોમવાર અને મંગળવાર ના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો હતો કચ્છમાં વધુ ગરમી પડી હતી. આજે પણ 40થી 42 ડિગ્રી ગરમી પડવાનો અંદાજ હવામાન વિભાગનો છે. ત્યારે રાજ્યમાં ગરમી એ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડયો છે. 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. 10 વર્ષ પહેલાં 15 માર્ચ પહેલા આટલી મોટી ગરમી પડી હતી. 15 માર્ચ બાદ 40 ડિગ્રીને પાર થઈ ગરમી પહોંચી છે.     

સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને કચ્છમાં, અમદાવાદમાં યલ્લો એલર્ટ સોમ, મંગળ એમ બે દિવસનું આપવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ વધુ ગુજરાતમાં 3 દિવસ ગરમી વધુ પડશે.   વધુ ગરમી પડવાની આગાહી કરી હતી. જેથી હવામાન વિભાગના કહેવા મુજબ ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળશે ત્યારે આજે તેને સીધી અસર જોવા મળી હતી. શહેરોમાં આજે 40 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું હતું.  

માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ ધીમે ધીમે ગરમી દસ્તક દેવાનું શરૂ કરતિ હોય છે. પરંતુ આગામી હોડી સુધી ગરમીનો પારો વધુ 40 થી બે ડિગ્રી આસપાસ ઊંચકાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી હતી. ગુજરાતમાં આ પારો અત્યારે જ હિટ પકડી રહ્યો છે.

Related Posts