fbpx
અમરેલી

ગરમી માં થતો વધારો, 108 થઈ ગઈ સજ્જ

હવામાન વિભાગે ની ગરમી ની આગાહી ને અનુલક્ષીને 108 સેવા ને ખાસ તૈયાર કરી દેવા માં આવી છે. હવામાન ખાતા દ્વારા ભાવનગર જિલ્લા માં ગરમીમાં વધારો 42 ડીગ્રી સુધી જાવા ની આગાહી કરી છે. આ આગાહી ને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ 108 સેવા માં ખાસ આયોજન સાથે સજ્જ કરી છે. જેમાં ઓ.આર.સ, ગ્લુકોઝ સહીત ની જરૂરી દવાઓ સાથે 108 સેવા માં વિશષ્ટ ત્યારી કરી લેવામાં આવી છે.છેલ્લા 2 દિવસ માં 108 સેવા માં લુ લાગવી, ચક્કર આવવા, જાડા ઉલ્ટી, તાવ આવી જવો, પેટ અને માથામાં દુઃખાવો થવો, અને ઘણા કિસ્સામાં બેભાન થઈ જવા જેવા કિસ્સો માં વધારો જોવા મળ્યું છે. ગરમીથી બચવા 108 ના ચૂસનાં.

◆ સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં નીકળવાનું ટાળો. 

◆ ગરમીમાં બહાર નીકળોતો સુતરાઊ લાંબી આંખી બાયના કપડાં પહેરવાં જોઈએ.

 ◆ મોઠાથી પ્રવાહી પૂરતાં પ્રમાણ માં લેવો જોઈએ જેમાં સાદું પાણી, લીંબુ, ઓઆરએસ અને છાશ, જ્યૂસ વગેરે નો ઉપયોગ કરી શકાય.

 ◆ નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓ બહાર જાવા નું ટાળવો જોઇયે.

◆ સગર્ભા માતા વધારે માં વધારે પાણી પીવો અને બોપર ના સમયે આરામદાયક જગ્યાએ માં રહવો અને તાજો લીલા શાકભાજી વાળા ભોજન જેવો જોઈએ. 

◆ ગરમી ની સેજ પણ અસર દેખાય કે આંખ માં બળતરા થવા લાગે તરત નજીક ના દવાખાનું ડોક્ટર નું સપર્ક કરવો. ◆ બની શકે તો ખુલ્લા પગે કે વાહન વ્યવહાર ટાળવો.

◆ લુ લાગવા ના સિન્હો જણાય તો તરત જ 108 ને મદદ માટે સપર્ક કરવો જોઈએ. 

◆ જે વ્યક્તિને લુ લાગી હોય એને ઠંડાં વાતવરણ માં રાખવો હીતાવહ છે.

 ◆ લુ લાગેલી વ્યક્તિને પ્રાથમિક ઉપસાર માટે  ઠંડા પાણીનાં પોતા મૂકી શકાય. 

◆ આઈસ પેક જો જોયતો ઝાંગ અને બગલમાં મુકવાથી શરીરનું ઉષ્ણતાપમાન તરત જ નીચું લાવી સકયે છે. 

◆ લેબર વર્કરો જો તડકામાં કામ કરતા હોય તો દર 2 કલાકે છાયદામાં 15 થી 20 મિનિટ આરામ લેવો જોઈએ.

◆ ગરમીની ઋતુમાં બજારુ, ઉધાડો ને વાસી ખોરાક ખાવાનું ટાળવું જેથી ઝાડા-ઉલ્ટી જેવી બીમારી થી બચી શકાય.

Follow Me:

Related Posts