ગરમી વધતા AC અને AIRCOOLERના વેચાણમાં ગરમાવો, ભાવ આસમાને જતા 10 થી 20 ટકાનો ભાવવધારો
સમગ્ર ગુજરાતમાં હાલ કેટલાક સમયથી સખત ગરમી પડી રહી છે અને લોકો ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. પોરબંદર સહિત રાજ્યભરમાં હાલ આકરી ગરમી પડી રહી છે અને લોકો ઠંડાપીણાનું સેવન કરી રહ્યાં છે. આ ગરમી વચ્ચે પોરબંદરની ઇલેકટ્રોનિક્સ દુકાનમાં એસી, ફ્રિઝ અને એરકુલરમાં રપ થી ૩૦ ટકા વેંચાણમાં વધારો થયો છે.
ગરમીને કારણે એસી, ફ્રિજ, એરકુલર લેવા માટે પડાપડી થઇ રહી છે અને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જો કે હાલ 10 થી 20 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન, પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારાના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પોરબંદર સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે લોકો એસી અને કુલરની ખરીદી કરી રહ્યાં છે. પોરબંદર શહેરની ઇલેકટ્રોનિક્સની દુકાનોમાં હાલ ગ્રાહકો ખરીદી કરવા પહોંચી રહ્યાં છે. જેના કારણે વેપારીઓમાં પણ મહદઅંશે ખુશી જોવા મળી રહી છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ લગભગ તમામ ધંધાર્થીઓને નુકશાન પહોંચ્યું હતું. હાલ કોરોના હળવો પડતા સરકારે પણ ઘણી છુટછાટો આપી છે.
પહેલાની જેમ હવે ધીમે ધીમે આર્થિક પૈંડુ પાટે ચડી રહ્યું છે. કારણે બે વર્ષ સમગ્ર દેશ માટે ખૂબજ કપરા રહ્યાં હતા અને હાલ કાળઝાર ગરમી પડી રહી છે જેના કારણે ઇલેકટ્રોનિક્સની દુકાનોમાં ઘરાકી જોવા મળી રહી છે. નટરાજ ડિઝીટલના નિખીલભાઇ રામભાઇ કેશવાલાએ જણાવ્યું હતું કે હાલ એસી, ફ્રિઝ અને કુલરમાં સામાન્ય કરતા થોડું વધુ વેંચાણ જોવા મળી રહ્યું છે.
Recent Comments