ભાવનગર

ગરાજીયા પ્રાથમિક શાળામાં ભેટ અર્પણ સાથે દાતાશ્રીનો સન્માનનો કાર્યક્રમ યોજાયો.

છેલ્લા દસ વર્ષથી મુંબઈ સ્થિત વતન પ્રેમી દાતા પરમાનંદદાદાની પ્રેરણાથી ગરાજીયા પ્રાથમિક શાળામાં શાહ પરિવાર વર્ષ હેલીની જેમ વરસી રહ્યો છે. એ અંતર્ગત આ વર્ષે પણ  સવિતાબેન નાગરદાસ શાહ ના પરિવારના  આશાબેન પ્રદીપભાઈ શાહ અને  પ્રતીક્ષાબેન મહેશભાઈ શાહ તરફથી  ગરાજીયા પ્રાથમિક શાળાને પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું.  આ સમારંભમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને બાળકોએ ભાગ લીધો.

    એને સાથે જરૂરિયાતમંદ બાળકો તથા માતા-પિતા વિનાના બાળકોને શૈક્ષણિક કીટ આપી અને પ્રોત્સાહિત કર્યા અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબરે આવેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન  ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા .આ કાર્યક્રમમાં તેજસભાઈ પ્રદીપભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી ખૂબ પ્રગતિ કરે એવી ભાવના વ્યક્ત કરી હતી. આ સાથે વિઠ્ઠલવાડી પ્રાથમિક શાળા અને લાખાવડ પ્રાથમિક શાળાને lg ટીવી, ગુલાબચંદ ઝવેરચંદ શાહ ભદ્રાવળ કેવ શાળાને સાઉન્ડ સિસ્ટમ, બેકડી પ્રાથમિક શાળાને લેડ ટીવી, ઠળિયા કેવ શાળાને પ્રિન્ટર, માખણીયા પ્રાથમિક શાળાને પંખા 6, અને સિધ્ધેશ્વર વિદ્યાલય ટીમાણાને એલજી ટીવી આપી શાળાની જરૂરિયાતોની પૂર્તિ કરી હતી.

Related Posts