હવે શિયાળાનો પ્રારંભ થવાનો સમય આવી ગયો. શિયાળામાં ખાસકરીને રીંગણાનો ઓળો અને અડદની દાળ અને બાજરાનો રોટલો ભોજન તરીકે આરોગવાનું ખાસકરીને ગુજરાતના કાઠિયાવાડમાં તો ખૂબ ચલણ છે અડદની દાળ અને રીંગણાનો ઓળા સાથે ડુંગળી ન હોય તો એ ઓળો અને દાળનો સ્વાદ ફિક્કો લાગે. જો કે હાલ તો ડુંગળીના ભાવ આસમાને જતાં જોવા મળે છે.
હાલ ડુંગળી સાંઈઠ થી સિતેર રૂપિયે કિલો શાકમાર્કેટમાં વેચાતી જોવા મળે છે. ગરીબો માટે તો આ ભાવ પોસાય તેમ નથી અને અમીરો પણ ડુંગળી ખરીદીમાં કાપ મૂકતાં જોવા મળ્યા છે. પ્રારંભમાં ડુંગળીના પાકે ખેડૂતોને રોવડાવ્યાં હવે ખરીદનારને રોવડાવે છે. આમ ડુંગળીના વધતાં ભાવોએ તંત્રની ઉંઘ પણ હરામ કરી નાખી છે. જલ્દી ડુંગળીના ભાવ નીચે લાવવા માટે સરકાર દ્વારા બઝારમાં પૂરતાં પ્રમાણમાં પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય પગલાં ભરવા જરૂરી છે. અને ભાવનિયમન માટે પણ કોઈ ઠોસ નીતિ અપનાવવાની જરૂર છે
Recent Comments