રાજ્ય સરકાર સાથે તેમના મંત્રીઓ પણ કેટલાં સંવેદનશીલ છે તેનો પરિચય આજે ભાવનગર ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સૌને થયો હતો.
થયું એવું કે, મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી સ્ટેજ પર જઇ રહ્યાં હતાં અને એક માડી સ્ટેજની પાસે નીચે બેઠાં હતાં. તેમણે અવાજ લગાવતાં જ મંત્રીશ્રી માડી પાસે ગોઠણભેર બેસીને તેમની વાત સાંભળી હતી. અને તેમના પ્રશ્ન બાબતે તેઓ અંગત રસ લઇને કાર્ય કરશે તેવી હૈયાધારણ આપી હતી.
સમાજના નાનામાં નાના માનવીની વેદનાને વાચા આપવી તે રાજ્ય સરકારની નેમ છે. દરિદ્રનારાયણના ઘરે કલ્યાણનો દીપ પ્રગટાવવાં માટે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા ચાલી રહ્યાં છે. દિવાળી પહેલાની દિવાળી ગરીબ અને મજદૂરના આવે અને તેમનું ઘર- ખોરડું આ આર્થિક ઉજાસથી પ્રજ્જલિત થાય તેવો ભાવ આ ગરીબ કલ્યાણ મેળાનો રહ્યો છે. મંત્રીપદનો ભાર ન ધરાવવાની આ માનવસહજ સંવેદના અને સહ્યદયતાને લોકોએ પણ વધાવી હતી.
Recent Comments