fbpx
ભાવનગર

ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ ગંભીર ગુનો : સંદિગ્ધ પ્રવૃતિની જાણકારી આપવા વોટ્સ એપ નંબર  જાહેર કરાયા

ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ ગંભીર ગુનો ત્યારે સંદિગ્ધ પ્રવૃતિની જાણકારી આપવા ભાવનગર જિલ્લા માટે વોટ્સ એપ નંબર જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત સ્ત્રી અને પુરુષનું સપ્રમાણ જળવાઈ રહે એ હેતુથી લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સકારાત્મક પગલું હાથ ધરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાની હોસ્પિટલો, કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં લોકજાગૃતિ અર્થે સ્ટીકર લગાડવામાં આવ્યા છે જેથી ત્યાં વધુ પ્રમાણમાં લોકોની અવરજવર થતી હોય તેમજ લોકોને આ અંગે માહિતી મળી રહે અને ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ થતું હોય એ અંગે જાગૃતિ ફેલાય એ હેતુથી નવી પહેલ હાથ ધરાઇ છે.

આ અંગે જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચંદ્રમણી કુમાર જણાવે છે કે ભાવનગર જિલ્લાની હોસ્પિટલો સહિતના સ્થળોએ ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ ગંભીર ગુનો ત્યારે આવી સંદિગ્ધ પ્રવૃતિની જાણકારી લોકો સુધી સરળતાથી મળી રહે એ હેતુથી ભાવનગર જિલ્લા માટે વોટ્સ એપ નંબર ૯૨૨૭૮૫૯૮૬૨ જાહેર કરવામાં આવ્યો છે.

ડૉક્ટર, હોસ્પિટલ કે એજન્ટની જાણકારી ૯૨૨૭૮૫૯૮૬૨ વોટ્સ એપ નંબર પર આપવા અપીલ કરી હતી. આ અંગે જો ફરિયાદ અન્વયે કાર્યવાહી સફળ થશે તો ફરિયાદ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ ફરિયાદીનું નામ ગોપનીય રાખવામાં આવશે એમ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts