ગલવાન ઘાટીમાં થયેલી હિંસાનો વીડિયો દેખાડવામાં આવ્યો, ચીનમાં ઝ્રઁઝ્ર બેઠક શરૂ
ચીનની સત્તામાં કહેલી કમ્યુનિસ્ટ પાર્ટીએ રવિવારે (૧૬ ઓક્ટોબરે) બેઇજિંગમાં સપ્તાહ સુધી ચાલનારા પોતાના કોંગ્રેસ સત્રની શરૂઆત કરી છે. તેમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને રેકોર્ડ ત્રીજીવાર પાંચ વર્ષના કાર્યકાળ માટે સમર્થન મળવાની આશા છે. આ કોંગ્રેસ સત્રમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષનો એક વીડિયો પણ દેખાડવામાં આવ્યો છે. જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોની સાથે સંઘર્ષમાં ઈજાગ્રસ્ત ચીની સૈન્ય કમાન્ડર ક્યૂઈ ફૈબાઓએ રવિવારે બેઇજિંગમાં ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની ૨૦મી રાષ્ટ્રીય કોંગ્રેસના ઉદ્ઘાટનમાં ભાગ લીધો હતો. ક્યૂઈ ફૈબાઓ પીપુલ્સ લિબરેશન આર્મી અને પીપુલ્સ આર્મ્ડ પોલીસના તે ૩૦૪ પ્રતિનિધિઓમાંથી એક હતો, જેને પાર્ટીની તમામ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગલવાન ઘર્ષણનો વીડિયો ચલાવવામાં આવ્યો.
આ વીડિયોમાં ક્યૂઈને સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ પહેલા ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો તરફ ભગાડતા દેખાડવામાં આવ્યો હતો. આ ફુટેજ વિવિધ ક્ષેત્રોમાં સીપીસીની ઉપલબ્ધિઓને પ્રદર્શિત કરનારા એક લાંબા વીડિયોનો ભાગ હતો. આ વીડિયો ગલવાન ઘાટીની ઘટના બાદ તત્કાલ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. રવિવારે તેને ગ્રેટ ઓડિટોરિયમમાં ફરીથી વિશાળ સ્ક્રીન પર ચલાવવામાં આવ્યો હતો. ક્યૂઈ ચીનના ભારત વિરોધી નેરેટિવનો એક મુખ્ય ભાગ રહ્યો છે, કારણ કે તેનું નામ ફેબ્રુઆરી ૨૦૨૧માં થયેલા ઘર્ષણમાં ઈજાગ્રસ્ત અધિકારીના રૂપમાં સામે આવ્યો હતો. નોંધનીય છે કે જૂન ૨૦૨૦માં ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભયંકર ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં ૨૦ ભારતીય સૈનિક શહીદ થયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે ૪૦થી વધુ સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા.
Recent Comments