ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “ કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વર્ચુઅલી ઉપસ્થિતિ તેમજ પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાઇ
આ બેઠકમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના સહ કન્વીનરશ્રી, પ્રદેશના પ્રવકતાશ્રીઓ, પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ,ઝોન કન્વીનરશ્રીઓ, ઝોન સહ-કન્વીનરશ્રીઓ, જીલ્લા કન્વીનરશ્રીઓ,જીલ્લાના સહ-કન્વીનરશ્રીઓ તથા ડિબેટ પ્રવકતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
—-
બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે માઇક્રોડોનેશન, પેજ સમિતિ મજબૂત કરવા, કુપોષણ મુકત ગુજરાત અને આગામી સમયમાં મીડિયા વિભાગના કાર્યકરોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું.
પાર્ટીના કોઇ પણ કાર્યકરને પોતે માંગે તે કામ કરતા પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવે તે યોગ્ય રીતે કરવામાં આવે તો તે કાર્યકર ઘણો આગળ વધશે – શ્રી પ્રદિપસિંહ વાઘેલા
—-
આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના 182 બેઠક જીતાડવા મીડિયા વિભાગના કાર્યકરો દ્વારા યોગ્ય દિશામાં કામ થાય – શ્રી યમલભાઇ વ્યાસ
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 31 જાન્યુઆરીના રોજ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની અગત્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ વર્ચુઅલી જોડાયા હતા તેમજ પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીની ઉપસ્થિતિ સાથે પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના સહ કન્વીનરશ્રી, પ્રદેશના પ્રવકતાશ્રીઓ, પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ, ઝોન કન્વીનરશ્રીઓ ઝોનના સહ-કન્વીનરશ્રીઓ, જીલ્લા કન્વીનરશ્રીઓ, જીલ્લાના સહ-કન્વીનરશ્રીઓ તથા ડિબેટ પ્રવકતાશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે મીડિયા વિભાગને આગામી વિઘાનસભા ચૂંટણી તેમજ સંગઠનાત્મક ચર્ચા, માઇક્રોડોનેશન, પેજ સમિતિને વધુ મજબૂત કરવા, આગામી સમયમાં મીડિયા વિભાગની મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યુ હતું. પ્રવકતાશ્રી, સહ પ્રવકતાશ્રીઓ અને મીડિયાના કન્વીનરશ્રી દ્વારા દિપ પ્રાગટય કરી વંદે માતરમ ગાનથી બેઠકની શરૂઆત થઇ હતી.
આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના નેતૃત્વમાં મીડિયા વિભાગમાં અધ્યતન સુવિધા સાથે વોર રૂમની શરૂઆત ગુજરાત પ્રદેશમાં થઇ ત્યાર પછી આ કામગીરી જોઇ બીજા છ રાજયોમાં પણ આ રીતે મીડિયા વોર રૂમની શરૂઆત કરવામાં આવી તે અંગે શ્રી પાટીલ સાહેબનો આભાર માન્યો હતો. આ બેઠકમાં મીડિયા વિભાગ દ્વારા કેટલી પ્રેસનોટ તૈયાર કરવામાં આવી.ડિબેટના પ્રવકતાશ્રીઓએ કેટલી ડિબેટ કરી તે અંગે ચર્ચા કરવામાં આવી .
આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે પ્રદેશ મીડિયા વિભાગના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પાટીલ સાહેબે આગામી વિઘાનસભાની ચૂંટણીને લઇ મીડિયા વિભાગના કાર્યકર્તાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું સાથે માઇક્રોડોનેશન અંગે માહિતી આપી કે ગુજરાત પ્રદેશમાં વધુમાં વધુ ભાજપના કાર્યકરો દ્વારા માઇક્રોડોનેશન કરવામાં આવે તે અંગે હાંકલ કરી. શ્રી પાટીલ સાહેબે આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા ગુજરાતને કુપોષણ મુકત કરવા જે આગ્રહ રાખ્યો છે તેના પર ઝડપથી કામ કરવા દરેક કાર્યકરને હાંકલ કરી સાથે મહિલા મોરચાના કાર્યકરો દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી પાટીલ સાહેબે આગામી વિઘાનસભા ચૂંટણીને લઇ બાકી રહેલ પેજ સમિતિનું કામ ઝડપથી પૂર્ણ કરવા હાંકલ કરી. ડિબેટના વકતાશ્રીઓને સરકારની કામગીરી યોગ્ય રીતે કેવી રીતે રજૂ કરવી તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ મીડિયા વિભાગના કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની કામગીરી ખૂબ સારી છે. મીડિયા વિભાગના કાર્યકરો એક યોદ્ધા છે. પાર્ટીને મીડિયાના કાર્યકરો પાસે જે અપેક્ષા છે તે પરીપૂર્ણ કરે તેમ જણાવ્યું સાથે મહત્વની વાત જણાવી કે ભાજપ મીડિયાના પ્રવકતાશ્રીઓ અને કાર્યકરો એ ભાજપનો ફેસ છે. ભૂતાકળમાં મીડિયા વિભાગમાં જવાબદારી સંભાળનાર આપણા કાર્યકરો આજે પક્ષમાં ઘણી મોટી જવાબદારી નીભાવી રહ્યા છે. શ્રી પ્રદિપસિંહે જણાવ્યું કે, પાર્ટીના કોઇપણ કાર્યકરને પોતે માંગે તે કામ કરતા પક્ષ દ્વારા જે કામ સોંપવામાં આવે તે યોગ્ય રીતે કરવામાં આવે તો તે કાર્યકર ઘણો આગળ વધશે તેમ જણાવ્યું હતું. રાજયમાં આવનાર સમયમાં વિઘાનસભાની ચૂંટણી આવવાની છે ત્યારે પાર્ટીના દરેક કાર્યકરને કોઇને કોઇ જવાબદારી આપવામાં આવનાર છે. પાર્ટીના દરેક કાર્યકર એકબીજા કાર્યકર સાથે પરિવાર જેવા સબંધ કેળવે તેમ જણાવ્યું.
આ બેઠકમાં પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસે સંબોધન કરતા જણાવ્યું કે, મીડિયા વિભાગની આગામી ચૂંટણીને લઇ શું ભૂમિકા રહેશે તેમજ પાર્ટીને આવનાર સમયમાં મીડિયા વિભાગના કાર્યકરો કેવી રીતે મજબૂત કરી શકે તે અંગે માહિતી આપી. ચૂંટણી સમયે સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાને કેવી રીતે સરકારની માહિતી પોંહચાડવી સાથે એવા મતદારો કે જે ચૂંટણીમાં મત નથી આપતા તેવા મતદારોને પ્રોત્સાહન મળે, તેમને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કામગીરીની માહિતી યોગ્ય રીતે પહોંચે તે અંગે માર્ગદર્શન આપ્યું. શ્રી યમલભાઇએ અંતમાં જણાવ્યું કે, આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબના 182 બેઠક જીતવા મીડિયા વિભાગના કાર્યકરો દ્વારા યોગ્ય દિશામાં કામ થાય તેમ જણાવ્યું.
આ બેઠકમાં મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવેએ સંબોધન કરતા જણાવ્યું કે, શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ હાઇટેક બન્યું છે, પ્રદેશ સ્તરે મીડિયાનું મોનિટરીંગ કરવું તેમજ 37225 જેટલા ન્યુઝ પેપર કટીંગ, 590 જેટલી પ્રેસનોટ અને 720 ફોટો ટેગલાઇન સાથે પ્રેસનોટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તે અંગે માહિતી આપી હતી. સાથે આવનાર સમયમાં પ્રદેશ મીડિયા વિભાગની વેબસાઇટ –મોબાઇલ એપનું લોન્ચિંગ ટુંક સમયમાં પ્રદેશના અધ્યક્ષના વરદ હસ્તે કરવામાં આવનાર છે તે વેબસાઇટ અંગે પાણ માહિતી આપી. ડો.યજ્ઞેશભાઇ દવેએ પ્રેસ નોટ અંગે કાર્યકરોને માહીતી આપી અને પ્રેસ નોટ કેવી રીતે લખવી તે અંગે માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી કિશોરભાઇ મકવાણાએ મીડિયા વિભાગના કાર્યકરોને લેખ કેવી રીતે લખવો તે અંગે માર્ગદર્શન આપ્યું. તેમજ પાર્ટીના દરેક કાર્યકરને પક્ષ દ્વારા આપવામાં આવેલ દરેક જવાબદારી યોગ્ય રીતે નિભાવા હાંકલ કરી.શ્રી કિશોરભાઇએ લેખમાં સાથે ન્યુઝ અને પક્ષની માહિતી કેવી રીતે સાંકળવી તે અંગે માર્ગદર્શન આપ્યું.
આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી ડો. ભરતભાઇ ડાંગરએ સંબોધન કરતા જણાવ્યું કે, પક્ષના દરેક કાર્યકર પોતે પણ માઇક્રોડોનેશન કરે અને અન્ય લોકોને પણ કરાવે તે અંગે માહિતી આપી હતી. માઇક્રોડોનેશન નો હેતું અગે તેમણે જણાવ્યું કે, રૂપિયા માટે નહી પણ સંગઠને મજબૂત કરવા નમો એપ દ્વારા માઇક્રોનેશનનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. પેજ સમિતિનું કામ ઝડપીથી પુરુ થાય તે માટે હાંકલ કરી હતી.
આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી રૂત્વીજ પટેલે સંગઠનાત્મક ચર્ચા સાથે આગામી સમયમાં મીડિયા વિભાગના આગામી કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આવનાર સમયમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને પક્ષના દરેક કાર્યક્રમોનું યોગ્ય રીતે જે તે હોદેદારશ્રીઓ યોગ્ય સંકલન કરી મીડિયામાં પ્રચાર પ્રસાર કરે તે અંગે માહિતી આપી. પ્રદેશ પ્રમુખ દ્વારા કૃપોષણ મુકત ગુજરાત અંગેના કાર્યક્રમમાં મહિલા મોરચાના દરેક કાર્યક્રમો ને સમાચારમાં યોગ્ય સ્થાન મળે તે માટે માર્ગદર્શન આપ્યું શ્રી રૂત્વીજ પટેલે આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લા તેમજ મહાનગરોમાં સરકારના કાર્યક્રમો તેમજ સંગઠનના મુદ્દા માટે વિસ્તૃત ચર્ચા કરવા માટે પ્રદેશ મડિયા વિભાગના કન્વીનર,સહ કન્વીનર, પ્રવકતા, સહ પ્રવકતા તથા મીડિયા ટીમ દ્વારા તારીખ 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુઘી જિલ્લા સ્તરે બેઠકનું આયોજન કરનાર છે તે અંગે માહિતી આપી હતી.
આ બેઠકમાં પ્રદેશના સહ પ્રવકતાશ્રી હિતેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે રાજયમાં આગામી સમયમાં વિઘાનસભા ચૂંટણી આવનાર છે ત્યારે ડિબેટમાં કેન્દ્ર અને રાજય સરકારની માહિતી યોગ્ય રીતે પહોંચાડવી, મુદાઓ તૈયાર કરવા, ડિબેટ માટે નવા કાર્યકરોને કેવી રીતે તૈયાર કરવા અને પક્ષની વાત યોગ્ય રીતે મુકવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Recent Comments