fbpx
અમરેલી

ગાંધીજી અને અમરેલી – અમરેલીમાં સચવાયેલા ગાંધીજીના અસ્થિઓ સમાજોત્કર્ષ માટે આપે છે પ્રેરણા

 મહામાનવ પૂજ્ય મહાત્મા ગાંધીજીના અસ્થિઓ અમરેલી  સ્થિત બાલભવન-ગિરધરલાલ સંગ્રહાલયમાં સચવાયેલા છેજે જિલ્લાના નાગરિકો માટે ગૌરવરુપ હોવાની સાથે પ્રેરણા સ્ત્રોત પણ છે. બીજી ઓક્ટોબર એટલે કે પૂજ્ય બાપુની જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે પૂજ્ય બાપુના વિચારોને પ્રેરિત થઈ અને સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વચ્છ ભારત દિવસ પણ ઉજવવામાં આવી રહ્યો છે. અમરેલીનું સદ્દભાગ્ય છે કેડૉ. હરિપ્રસાદ ભટ્ટને ગાંધી પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા. તેના જ પરિણામે આજે પૂજ્ય બાપુના અસ્થિઓ અમરેલીની ભૂમિ પર છે. જે સમાજોત્કર્ષ માટે સતત પ્રેરણા આપે છે.

ગાયકવાડી નગરી અમરેલી સ્થિત બાલભવનમાં ગાંધીજીના અસ્થિઓ અમરેલીના ડૉ.હરિપ્રસાદ ભટ્ટ, પૂજ્ય બાપુના દેહાંત સમયે બિરલા હાઉસ-દિલ્લીથી લઈ આવ્યા હતા. ગાંધીજીની સાથે ડૉ.હરિપ્રસાદ ભટ્ટના પારિવારિક સંબંધો હોવાના લીધે ગાંધી પરિવારે એક અસ્થિ કુંભ ડૉ.હરિપ્રસાદ ભટ્ટને પણ આપ્યો હતો.ગાંધીજી તેમના જીવનકાળ દરમિયાન અનેક વખત અમરેલીની મુલાકાત લઈ ચૂક્યા હતા. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અને અમરેલીના વતની શ્રી ડૉ. જીવરાજ મહેતા પણ ગાંધીજીના અનન્ય અનુયાયી હતા. તા.૨ ઓક્ટોબર, ૧૯૬૯ થી તા.૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ સુધી પૂજ્ય બાપુની જીવનયાત્રા પ્રેરણાત્મક અને આજે પણ તેમનું જીવન અનેક માટે ગુરુમંત્ર સમાન છે.

Follow Me:

Related Posts