ગાંધીજી કહેતા વિજ્ઞાનનો સમજપૂર્વક કરવો, તેના દાસ થવાનું નહીં – શ્રી અરુણભાઈ દવે
લોકભારતી સણોસરામાં વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળા સમાપન
લોકભારતી સણોસરામાં વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળા સમાપન પ્રસંગે લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ લોક વિજ્ઞાન કેન્દ્રો સંદર્ભે ઉદબોધન કરતા જણાવ્યું કે ગાંધીજી કહેતા વિજ્ઞાનનો સમજપૂર્વક કરવો, આપણે તેના દાસ થવાનું નહીં. વિજ્ઞાનનો ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી – ગુજકોસ્ટ, ગાંધીભારતી અને લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર સણોસરાના સંયુક્ત ઉપક્રમે 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યકક્ષાની વિજ્ઞાન, ભવિષ્ય અને ગાંધી કાર્યશાળા રાજ્યભરના લોકવિજ્ઞાનકેન્દ્રોનાં સંચાલકો સહાયકો સાથે સંવાદ યોજાયો હતો.
આ કાર્યશાળાના પ્રસંગે લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ લોક વિજ્ઞાન કેન્દ્રો સંદર્ભે ઉદબોધન કરતા જણાવ્યું કે ગાંધીજી કહેતા વિજ્ઞાનનો સમજપૂર્વક કરવો, આપણે તેના દાસ થવાનું નહીં. વિજ્ઞાનનો ખપ પૂરતો ઉપયોગ કરવો જોઈએ. લોક વિજ્ઞાન કેન્દ્રોનો ઉપયોગ માત્ર શાળાઓ પૂરતો જ નહિ તેને સમાજ જીવનમાં પણ કરવાનો છે.
લોકભારતી સણોસરામાં આ કાર્યશાળાના આયોજનમાં મુખ્ય સંયોજક શ્રી વિશાલ ભાદાણી દ્વારા તમામ બેઠકોમાં કેન્દ્રોનો હેતુ તેમજ ગાંધી જીવન સાથેના વિજ્ઞાનનો મહિમા રજુ થતો રહ્યો.
સમાપન દિવસે ધરમપુર ખાતે મિટ્ટિધન અભિયાન ચલાવતા શ્રી હિરેનભાઈ પંચાલે ખેતી બાગાયત માટેના હળવા ઓઝારો અને સાધનો વિષે નિદર્શન રજૂ કર્યું, તેમની સાથે શ્રી દિપલબેન ગરાસિયા જોડાયા હતા.
લોકભારતીના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સાથે શ્રી ભાવનાબેન પાઠકનું પણ માર્ગદર્શન મળ્યું હતું. કાર્યશાળા દરમિયાન લોકશાળા માઈધાર તેમજ ગ્રામદક્ષિણામૂર્તિ મણારની ની મુલાકાત ગોઠવાઈ હતી. આ ઉપરાંત અલંગ જહાજવાડાને નિહાળવા મોકો મળ્યો હતો. આયોજન સંકલનમાં શ્રી વિશાલભાઈ જોશી, શ્રી કવિતાબેન વ્યાસ તેમજ અધ્યાપન મંદિરના કાર્યકર્તા વિદ્યાર્થીઓ જોડાયેલ.
Recent Comments