fbpx
ગુજરાત

ગાંધીધામમાંથી ૧૦.૦૪ કરોડનું કોકેઇન ઝડપાયુંડ્રગ્સ હોવાની શક્યતાના પગલેDRIએ તમામ કન્ટેનર અટકાવ્યા

કચ્છના ગાંધીધામમાંથી ડ્ઢઇૈંને વધુ એક સફળતા મળી છે. જેમાં લાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. ૧૦.૦૪ કરોડનો ૧ કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ગઇકાલે રાત્રે ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે ડ્ઢઇૈંએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું અને આ અંગે વધુ તપાસ ડ્ઢઇૈં દ્રારા હાથ ધરી હતી. દેશમાં ડ્રગની બદીને નાથવા ડ્ઢઇૈં સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી ૧.૦૪ કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. ૧૦.૪ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ડીઆરઆઈને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. ૨૨૦.૬૩ સ્‌ નું કુલ વજન ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું, તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. ગુજરાત પર છેલ્લા ઘણા સમયથી આતંકી ઓછાયો છે. તેમા પણ સૌરાષ્ટ્ર ખાસ કરીને આતંકીઓ માટે પ્રવેશદ્વાર બની રહ્યુ છે. ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી બર્બાદ કરવાનુ નાપાક ષડયંત્ર ચાલી રહ્યુ છે અને છેલ્લા એક વર્ષમાં જ ગુજરાતમાંથી ૪૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડાઈ ચુક્યુ છે જ્યારે છેલ્લા ૨ મહિનામાં ગુજરાતમાંથી સાત આતંકીઓ પકડાયા છે જેમના તાર સીધા બાંગ્લાદેશના આતંકી સંગઠન અને પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે જાેડાયેલા મળ્યા છે. ગુજરાત, ભારતના શાંત અને સુરક્ષિત રાજ્યમાં જેની ગણના થાય છે પરંતુ આ જ ગુજરાત પર હવે આતંકી ઓછાયો જાેવા મળી રહ્યો છે અને આ આંતંકી ઓછાયો છે માદક પદાર્થોનો. શાંત અને સમૃદ્ધ ગુજરાતને ખલેલ પહોંચાડવાના નાપાક ઇરાદાઓ ખુલ્લા પડી રહ્યા છે. જેમાં તાજેતરમાં કચ્છમાં ડ્ઢઇૈં દ્વારા સતત નજર રાખવામા આવી રહી છે. જેને લઈ આ સમગ્ર પ્રકરણ સામે આવી છે.

Follow Me:

Related Posts