fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગાંધીધામમાંથી ૫.૨૮ લાખના ચોરીના સળિયા સાથે ૧ ઈસ્મની ધરપકડ કરાઈ

એલસીબીની ટીમ લાકડિયા-સામખિયાળી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભચાઉ તાલુકાના જંગી ખાતે રહેતો રોહિત મગનભાઇ મસુરીયાસામખિયાળી મોરબી હાઇવે પર આશિર્વાદ હોટલ નજીક આવેલા તેના કબજાના વરંડામાં ચોરી કે છળકપટથી મેળવેલા લોખંડના સળિયા રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી વરંડામાં રાખેલા ચોરી કે છળકપટથી મેળવેલા રૂ.૫,૨૮,૫૦૦ ની કિંમતના ૭,૫૫૦ મેટ્રિક ટન લોખંડના સળિયાની ૧૦૪ ભારી મળી આવતાં આ જથ્થાના આધાર પુરાવા માગતાં રોહિત પાસે તે ન મળતાં મોબાઇલ સહિત કુલ રૂ.૫,૩૮,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી લાકડિયા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

આ બનાવમાં તપાસ એલસીબી ખુદ કરશે તેમ પીઆઇ એમ.એન. રાણાએ જણાવ્યું હતું. બાતમી એવી મળી હતી કે આ આરોપી રોહિત મસુરીયા હાઇવે પર પસાર થતી ટ્રકોના ચાલકો સાથે સાંઠગાઠ કરી આ લોખંડના સળિયાની ચોરી કરતો અને તે વરંડામાં રાખી વેંચાણ કરતો હતો. આરોપીની પુછપરછમાં આ પ્રકારની અનેક ચોરીઓનો ભેદ ઉકેલાવાના આસાર દેખાઇ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સામખિયાળી મોરબી હાઇવે પર લાકડીયા નજીક આવેલા વરંડામાંથી ચોરી કે છળકપટથી મેળવેલા રૂ.૫.૨૮ લાખની કિંમતના લોખંડના સળિયા સાથે ૧ આરોપીને પકડી લીધો હતો.

Follow Me:

Related Posts