ગાંધીધામમાં ૧ લાખના મુદામાલ સાથે ૯ જુગારીયોને ઝડપી પાડ્યા

ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, ભારતનગર જય અંબે સોસાયટીના પ્લોટ નં .૮૧ની સામે બહાર ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યાં છે. જે આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડયા હતા.
જેમાં આરોપી વિપુલભાઈ ધીરજભાઈ સથવારા, કિશોરભાઈ પરબતભાઈ સથવારા, આનંદ અંબાવીભાઈ સથવારા, અનિલ ગોવિંદભાઈ સથવારા, પ્રવિણ કાનજીભાઈ સથવારા, શૈલેષભાઈ દામજીભાઈ સથવારા, હસમુખભાઈ અંબાવીભાઈ સથવારા, કિશોર શીવજીભાઈ સથવારા, પુનિત ગોવિંદભાઈ સથવારાને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા ૪૧,૬૦૦ તથા પટમાંથી ૫૨૨૦ મળી કુલ રોકડા ૪૬,૮૨૦ તથા મોબાઈલ ફોન નંગ ૫ સહિત કુલ ૧ લાખ ૩ હજારના મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીધામ એ-ડીવીઝન પોલીસે ભારતનગરના જય અંબે સોસાયટી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને રૂપિયા ૧ લાખ ૩ હજારના મુદ્દામાલ સાથે પકડી પડ્યા હતા.
Recent Comments