ગાંધીનગરનાં માણસામાં મુખ્ય બજારમાં એક જ રાતમાં ચાર દુકાનોમાં ચોરી થઈ
માણસા શહેરમાં મુખ્ય બજારના મીઠાના ચોક વિસ્તારમાં એક જ રાતમાં તસ્કરોએ ચાર દુકાનોના તાળા તોડી નેવું હજાર થી વધુની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જે બાબતે દુકાનદારોને વહેલી સવારે ખબર પડતા તેમણે માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતા વિનોદકુમાર રાજુભાઈ ત્રિવેદી શહેરમાં મુખ્ય બજારમાં આવેલ મીઠાના ચોક વિસ્તારમાં શાહ મંગળભાઈ નરોત્તમદાસ નામનો મેડિકલ સ્ટોર ચલાવે છે
જેમાં બુધવારે રાત્રે ૧૦થ૦૦ વાગે તેઓ દુકાનને તાળું મારી ઘરે ગયા બાદ રાત્રિના કોઈપણ સમયે અજાણ્યા તસ્કરોએ તેમની આ દુકાનને નિશાન બનાવી શટર ના તાળા તોડી અંદર પ્રવેશી બધો સર સામાન વેરવિખેર કરી ડ્રોવરમાં મુકેલા ૩૨ હજાર રૃપિયા ની ચોરી કરી બાજુમાં આવેલ પટેલ હર્ષદભાઈ વિષ્ણુભાઈ ના તિરુપતિ પાન સેન્ટર ની દુકાન નું પણ તાળું તોડી તેમાંથી ૪૫૦૦ રૃપિયા રોકડા તથા પટેલ ગોરધનભાઈ ગાંડાભાઈ ની જય હિન્દ કિરાણા સ્ટોર નું પણ તાળું તોડી તેમાંથી ૨૦ હજાર રૃપિયાની રોકડ અને પટેલ કનૈયાલાલ વિઠ્ઠલદાસ ની સહકાર ડેરી પાર્લર માંથી ૩૫ હજાર મળી કુલ ૯૧,૫૦૦ રૃપિયા ની રોકડની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા
તો વહેલી સવારે વિનોદકુમાર ના કારીગરે ફોન કરીને જાણ કરી હતી કે દુકાનનું શટર ખુલ્લું છે જેથી તેઓ તાત્કાલિક મેડિકલ સ્ટોર પર આવી જાેતા ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું આ ઉપરાંત તેમની આજુબાજુની ત્રણ દુકાનોમાં પણ ચોરી થયાનું જણાતા તમામ વેપારીઓએ માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments