અમદાવાદ અને ગાંધીનગરવાસીઓને વધુ એક બ્રિજની સરકારે ભેટ આપી છે. ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પર બનાવવામાં આવેલ બ્રિજને મુખ્યપ્રધાનના હસ્તે વાહન ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ અંદાજે ૫૨ કરોડના ખર્ચે બ્રિજ બનાવ્યો છે. જે બ્રિજને લઈને છેલ્લા બેથી ત્રણ મહિનાથી ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી હતી.તો બીજી તરફ બ્રિજ ઉપર ક્યાંક રોડમાં તિરાડ પડતા ડામરના થીગડા માર્યા હોવાનું સામે આવતા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા હતા. મેયરે કહ્યું, બ્રિજ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે. કંપની અંગે પૂછતા કહ્યું, તમામ ટેસ્ટિંગ અને ખરાઈ કર્યા બાદ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ગાંધીનગરનાં રક્ષા શક્તિ સર્કલ પર બ્રિજનું ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ

Recent Comments