fbpx
ગુજરાત

ગાંધીનગરનાં રૃપાલમાં વરદાયીની મંદિરે આજે પલ્લીનો મેળો ભરાશે અને ઘીની નદીઓ વહેશે

ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૃપાલ વરદાયીની માતા મંદિરથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે ત્યારે આવતી કાલે મધરાત્રે પલ્લીનો મેળો યોજાશે જેના માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

ગાંધીનગરના રૃપાલ ગામમાં વરદાયીની માતાજી મંદિરમાં નવરાત્રીના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાશે અને આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૃપાલનો આ પલ્લી મેળો આવતી કાલે રોજ યોજાશે.ત્યારે નવરાત્રીના છેલ્લા એટલે કે, નોમની રાત્રે રૃપાલમાં પલ્લી નિકળવાની છે જેની તૈયારીઓ ઘણા વખત પહેલાથી જ શરુ થઇ ગઇ હતી આ મંદિરનો વહિવટ સરકાર હસ્તક છે અને રૃપાલની પલ્લીમાં આઠ લાખ જેટલા ભક્તો આવતા હોવાને કારણે કલેક્ટરે આ બબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વિવિધ વિભાગો અને મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠકો શરૃ કરી દીધી હતી. આ વખતે પણ દર વર્ષની જેમ સઘળી કામગીરી ગ્રામજનોએ સંભાળી દીધી છે.

ત્યારે આ વખતે પલ્લીના મેળામાં આઠ લાખથી વધુ માઈ ભક્તો ઉમટશે તેવો અંદાજ લાગવવામાં આવ્યો છે તેમજ ગામના વિવિધ ચોક અને ચોરામાં ઘી રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.તો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો -વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. આવતી કાલ સાંજથી રૃપાલ ગામ તરફ જવાના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવશે.એસ.ટી.તંત્ર દ્વારા પણ પલ્લી મેળા માટે બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts