fbpx
ગુજરાત

ગાંધીનગરના ઉવારસદ પ્રમુખે બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરવાના મુદ્દે હાઈકોર્ટના વકીલને માર માર્યો

ગુજરાત ના પાટનગર ગાંધીનગરના ઉવારસદ ટીપી-૯ માં આવેલા પ્રમુખ ઓરા ફ્લેટના બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરવાના મુદ્દે કેટલાક ઈસમોએ ભેગા મળી હાઈકોર્ટના વકીલની ધોલાઈ કરી નાખતાં સમગ્ર મામલો અડાલજ પોલીસ મથકપર નોંધવામાં આવી. ગાંધીનગરના ઉવારસદ ટી.પી – ૯ માં આવેલી પ્રમુખ ઓરા સોસાયટીમાં મકાન નંબર ડી-૫૦૩માં રહેતા હાઈકોર્ટના વકીલ બિલ્લુ અત્તરસિંગ સીંગરોહાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સોસાયટીના કમિટી સભ્ય તરીકે પણ સેવા આપે છે. તા. ૬ ડિસેમ્બરના રાત્રિના સમયે બિલ્લુભાઇ ફ્લેટના બેઝમેન્ટ પાર્કીંગમાં હતા. તે વખતે સોસાયટીના ડી-૧૦૧માં રહેતા ભાડુઆત સેન્ટ્રો ગાડી બેઝમેન્ટમાં પાર્ક કરવા લાગ્યા હતા. આથી બિલ્લુભાઇએ કહ્યું કે. ભાડુઆત સભ્યોને ગાડી પાછળના ભાગે પાર્ક કરવાની રહેતી હોય છે. આ સાંભળી તે ઈસમ જેમ તેમ બોલી મકાન માલિક ધવલભાઈ સાથે ફોનમાં વાત કરાવી હતી.

બાદમાં ભાડુઆત ગાડી અહીં જ પાર્ક થશે કહીને હોકી સ્ટીક કાઢી મારવાં ગયો હતો. જેથી બિલ્લુભાઇએ તેના હાથમાંથી હોકી સ્ટીક છીનવી લઈ ઉપર જતાં રહ્યાં હતાં અને થોડી વાર પછી પરત બેઝમેન્ટમાં ભાડુઆત છે કે નહીં એ જાેવા માટે ગયા હતા. તે વખતે ભાડુઆતની સાથે કમલ ચૌધરી (રહે- પ્રમુખ જીઓન બંગ્લો) તથા અન્ય માણસો હતા. જેઓ ભેગા બિભત્સ ગાળો બોલીને બિલ્લુભાઇને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જે પૈકીના એક ઈસમે હોકી સ્ટીક પગમાં ફટકારી દીધી હતી. આ મામલે હોબાળો થતાં ભીડ ભેગી થતા બધા ઈસમો ભાગી ગયા હતા. આ અંગે વકીલ બિલ્લુભાઇની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts