ગાંધીનગર,થોડા દિવસ પહેલા ઝ્રૈંડ્ઢ ક્રાઈમ દ્વારા વિઝા કન્સલ્ટન્સી ઓફિસો પર દરોડા કર્યા હતા, ત્યારે ઝ્રૈંડ્ઢ ક્રાઈમે વિઝા કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ગાંધીનગર કુડાસણ પાસે એમ્પાયર ઓવરસીઝ વિઝાની ઓફિસનાં માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના કુડાસણ પાસેથી ઝ્રૈંડ્ઢ ક્રાઈમે વિઝા કૌભાંડ કેસમાં વિશાલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અગાઉ વિઝા કૌભાંડ મામલે ૨ ગુના નોંધાઈ ચૂક્યા છે,
ત્યારે હવે એમ્પાયર ઓવરસીઝ વિઝાની ઓફિસનાં માલિક વિશાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખોટી રીતે વિઝા બનાવનાર કન્સલ્ટન્સી ઓફિસો સામે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને સઘન તપાસ હાથ ધરી હતી. ઝ્રૈંડ્ઢ ક્રાઇમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ૧૭ સ્થળો પર વિઝા કન્સલ્ટન્સી ઓફિસોમાં એક સાથે દરોડા પાડ્યા હતા. ખોટા દસ્તાવેજ પર વિઝાની પ્રોસેસ થતી હોવાની અનેક ફરિયાદ મળતા કાર્યવાહી હાથ ધરાઇ આવી હતી, ત્યારે આ મામલે ઝ્રૈંડ્ઢ ક્રાઈમે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મળેલા દસ્તાવેજાેનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને સમગ્ર મામલે રાજ્યમાં મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતુ.
Recent Comments