fbpx
ગુજરાત

ગાંધીનગરના ખ-૦ સર્કલ પાસે હિટ એન્ડ રનઃ રાહદારીનું ઘટનાસ્થળે જ મોત

ગાંધીનગરનાં ખ – ૦ સર્કલથી સૌંદર્ય – ૪૪૪ તરફ જતા રોડ પર ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારી અજાણ્યા રાહદારી પુરુષને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં રાહદારી નું ઘટનાસ્થળે મોત નિપજતા સેકટર – ૭ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીનગરમાં રાત્રિ કરફ્યુ દરમિયાન શહેરનાં આંતરિક માર્ગો પર વાહન ચાલકો બેફામ બનતાં છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. બુધવારની રાત્રે પણ જાણીતા બિલ્ડર નાં ભત્રીજા એ પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી ને સેકટર ૬ નાં માર્ગ પર અકસ્માત સજ્ર્યો હતો. કારની સ્પીડ વધુ પડતી હોવાથી તેણે કાર પરનો કાબુ ગુમાવી દીધો. જાેકે સદનસીબે તેનો બચાવ થયો હતો પણ નવી નક્કોર કાર ટોટલ લોસ થઈ જવા પામી હતી.

ખ – ૦ સર્કલથી સૌંદર્ય – ૪૪૪ તરફ જતાં રોડ પરથી અજાણ્યો રાહદારી પુરુષ પસાર થઈ રહ્યો હતો તે વખતે કોઈ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. આ અકસ્માતમાં રાહદારીનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જાતા આસપાસના વસાહતીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતા સેકટર ૭ પોલીસ મથક ના એએસઆઈ સુરેશભાઈ ચૌધરી સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં પોલીસે મૃતક ની ઓળખવિધિ કરવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ આશરે ૫૦ વર્ષીય મૃતકની ઓળખ વિધિ થઇ શકી ન હતી. આ અંગે પોલીસે મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts