ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં રહેતી ૫૦ વર્ષીય આધેડ મહિલાનાં પતિનું બે વર્ષ અગાઉ અવસાન થયું છે. જેથી મહિલા છૂટક મજૂરી કામ કરીને પેટીયુ રળી રહી છે. જેની એકલતા જાેઈને ગામમાં રહેતાં શખ્સની નજર બગડી હતી. અને મહિલાને હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. આ તરફ ઈજ્જતનાં મારી મહિલા પણ શખ્સની કરતૂતો સામે ચૂપ રહેતી હતી. જેનાં કારણે આ શખ્સની હિંમત વધી ગઈ હતી અને ચારથી પાંચ વખત મહિલાની ચુપકીદીનો ફાયદો ઉઠાવી બિભત્સ માંગણી કરીને હેરાન પરેશાન કર્યા કરતો હતો. પણ મહિલા પોતાના છાપરામાં સૂઇ ગઈ હતી. એ દરમિયાન કામાંધ શખ્સ છાપરામાં ઘૂસી ગયો હતો. છાપરામાં ઘૂસી મહિલાનો હાથ પકડી અડપલાં કર્યા હતા.
અચાનક કામાંધ શખ્સની કરતૂતથી હેબતાઈ ગયેલી મહિલાએ હાથ છોડાવીને કડક ભાષામાં છાપરામાંથી જતો રહેવા માટે કહ્યું હતું. આથી શખ્સ બિભત્સ ગાળો બોલીને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપીને નાસી ગયો હતો. આખરે અવારનવારની આ પ્રકારની બિભત્સ માંગણીઓ અને પજવણીથી ત્રસ્ત મહિલાએ સઘળી વાત તેના ફુવાને કરી હતી. બાદમાં ચીલોડા પોલીસ મથકમાં કામાંધ શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપતા પીએસઆઇ વી.એન. પંડ્યાએ આઇપીસી કલમ ૩૫૪એ, ૫૦૪,૫૦૬(૨)હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા એેક ગામમાં રહેતી વિધવા મહિલાની એકલતાનો લાભ લઈ કામાંધ બનેલો શખ્સ ઘરે પહોંચી અડપલાં કરવા લાગ્યો હતો. જેનો મહિલાએ વિરોધ કરતાં આ વાત કહીને કહીશ તો જાનથી મારી નાખવાની ધાક ધમકી આપીને નાસી ગયો હતો. જાેકે, વારંવારની પજવણીથી કંટાળીને આખરે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Recent Comments