ગાંધીનગરના તારાપુરમાં લગ્નની જાન જાેવા ગયેલાં યુવાનો ઉપર ગામના શખ્શે છરી મારી, જાનમાં અફરાતફરી મચી
ગાંધીનગરના તારાપુર ગામમાં લગ્નની જાન જાેવા માટે ઉભેલા ત્રણ યુવાનો ઉપર ગામના એક શખ્સે અચાનક છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવાનને કપાળે તેમજ હોઠના ભાગે છરી વાગતાં સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરાયો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના તારાપુર ગામમાં રહેતો વિજય તખાજી ઠાકોરની પત્ની છ વર્ષથી રિસાઈને પિયર રહેવા જતી રહી છે. વિજય તેમજ ગામનો બળદેવ નેનાજી ઠાકો૨, અશોક ગાંડાજી ઠાકોર ગામની ભાગોળમાં ઉભા હતા.
એ વખતે ગામમાં લગ્નની જાનનું ડીજે સાઉન્ડ વાગતુ હતું. જેથી કરીને દૂર ઉભા રહીને ત્રણેય જણાં ડીજે સાંભળી રહ્યા હતા. એ દરમ્યાન ગામનો યોગેશ મંગુજી ઠાકોર આવીને કોઈ કારણ વિના ત્રણેય સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી બળદેવ તેને પકડીને દૂર ખેંચીને લઈ ગયો હતો. તેવામાં યોગેશે ખિસ્સામાંથી છરી કાઢીને વીંઝવા લાગ્યો હતો. જેનાં કારણે વિજયનાં કપાળ અને નાકના ભાગે છરી વાગી હતી અને લોહી નીકળવા માંડ્યું હતું.
આ બબાલનાં પગલે લગ્નની જાનમાં અફરાતફરી મચી હતી. તેમજ આસપાસના લોકો દોડી આવતા યોગેશ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં વિજયને તેની માતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments