ગાંધીનગરના મહુડી રોડ પરથી ૫.૩૪ લાખનું સુખડ-ચંદનના લાકડા સાથે ૫ની ધરપકડ
હુડીથી ફતેહપૂરા થઈ ગાંધીનગર તરફ ઈકો ગાડીમાં પ્રતિબંધિત સુખડ-ચંદનનાં લાકડાની હેરફેર થવાની છે. જેનાં પગલે એસીબીના કાફલાએ ફતેહપૂરા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ઘણીવાર કાગડોળે રાહ જાેયા પછી બાતમી મુજબની ઈકો કાર દૂરથી દેખાતા તેને ઈશારો કરીને રોકી દેવાઈ હતી. જેમાં ડ્રાઈવર સહિત પાંચ ઈસમો બેઠા હતા. એલસીબીની ટીમે કારની તલાશી લેતાં અંદરથી કંતાનનાં કોથળામાં ભરેલા સુખડ-ચંદનનાં લાકડાંના ટુકડા મળી આવ્યા હતા. જેનાં પગલે બોરિજ રેન્જના વન અધિકારીને બોલાવી ચંદનના લાકડાની ખરાઈ કરી કિંમત નક્કી આંકવામાં આવતાં એક કિલો ચંદનના લાકડાની કિંમત રૂ. ૩ હજાર પ્રમાણે કુલ ૧૭૮ કિલોગ્રામ જથ્થાની કિંમત રૂ. ૫ લાખ ૩૪ હજાર ગણવામાં આવી હતી. જે અંગે પાંચેય ઈસમોની પૂછતાંછ શરૂ કરાતાં તેમણે પોતાના નામ મહંમદ હનીફ મુનિરમીયાં અલ્લાહમિયાં મલેક, અશોક પૂનમભાઈ તળપદા, સુરેશ ગોરધનભાઈ તળપદા, જયંતિ કાંતિભાઈ તળપદા અને અરવિંદ મગનભાઈ તળપદા હોવાનું જણાવ્યું હતું.
તેમજ ઉક્ત ચંદન સતલાસણા તાલુકાના એક ગામમાંથી કાપી લાવ્યાની તેમણે કબૂલાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ જથ્થો લખાપૂરના જયંતિ ઈશ્વરભાઈ તળપદાને આપવા જતા હતા. તેમજ ચંદનની હેરફેર દરમિયાન પકડાઈ ન જવાય તે માટે ઈકો કાર ભાડે રાખી હોવાની પણ કેફિયત વર્ણવી હતી. જે અન્વયે એલસીબીએ રૂ. ૫.૩૪ લાખની કિંમતનું સુખડ ચંદન, ઈકો કાર મળી રૂ. ૯.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેયની ધરપકડ કરી પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરનાં મહુડી-ફતેહપુરા રોડ પરથી ઈકો કારમાં સુખડ ચંદનના લાકડાનો જથ્થો ભરીને ડીલીવરી આપવા માટે નીકળેલા તસ્કરોને ગાંધીનગર એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડી રૂ. ૫.૩૪ લાખની કિંમતનું ચંદન જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે રાત્રિ કરફ્યુની અમલવારી માટે પોલીસને મોરચો સંભાળી લેવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કડક સૂચનાઓ આપી દીધી હતી. ત્યારે એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમ સોમવારે મધ્યરાત્રિ દરમ્યાન પેટ્રોલીંગ માટે પેથાપુર પોલીસ મથકની હદમાં કાર્યરત હતી.
Recent Comments