ગુજરાત

ગાંધીનગરના રાંધેજા નજીક મોડી રાત્રે અકસ્માત, પાંચ પિતરાઈ ભાઈઓનાં મોત

ઓવરસ્પીડે હોવાથી કાર ઝાડ સાથે અથડાઈ, ફિલ્મ જાેવા માટે જતા ૬ને નડ્યો અકસ્માત

ગાંધીનગરના રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાંધેજા પાસે અકસ્માતમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે. ફિલ્મ જાેવા માટે જતા ૬ વ્યક્તિને અકસ્માત નડ્યો હતો. કાર ઓવરસ્પીડે હોવાથી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાતા ૫ લોકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ગાંધીનગર ના રાંધેજા પેથાપર હાઈવ પર ગત મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. પૂર ઝપડે કાર ચલાવી રહેલ કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં કુલ છ લોકો સવાર હતા. જે પૈકી પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માણસાના આ યુવકો મુવી જાેવા માટે નીકળ્યા હતા. જ્યા તેમને અકસ્માત નડ્યો હતો. ગાડી સ્પિડ મા હોવાના કારણે કાબુ ગુમાવ્યો અને રોડ સાઈડ ઝાડ સાથે અથડાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. તો શાહનવાઝ ચૌહાણ નામનો યુવક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ મોકલાયો છે.

Related Posts