ગાંધીનગરના લેકાવાડા ખાતે NSGના પાંચમાં પ્રાદેશિક હબનો શિલાન્યાસઆતંકવાદી ઘટનાનો જવાબ આપવા માટે દ્ગજીય્ હંમેશાં તૈયાર રહેશે
દેશમાં બનતી કોઈપણ આતંકવાદી ઘટનાનો જવાબ આપવા માટે નેશનલ સિકયુરિટી ગાર્ડ (દ્ગજીય્) ૨૪ ટ ૭ તૈયાર રહે છે. સમગ્ર દેશમાં દ્ગજીય્ નાં કુલ ચાર પ્રાદેશિક હબ મુંબઈ, હૈદરાબાદ, કોલકત્તા તથા ચેન્નઈમાં હાલ કાર્યરત છે. દ્ગજીય્ નું પાંચમું પ્રાદેશિક હબ ગાંધીનગરના લેકાવડા ખાતે તૈયાર કરવામાં આવશે. જેનું ભૂમિ પૂજન દ્ગજીય્ ના ડ્ઢય્ એમ.એ. ગણપથીએ કર્યું. સાથે જ અમિત શાહ વર્ચ્યુઅલી જાેડાયા હતા. ડ્ઢય્ એમ.એ. ગણપથીએ જણાવ્યું કે, આ પ્રાદેશિક હબ હાલમાં અમદાવાદમાં સ્થિત છે અને જે આવનારા દિવસોમાં લેકાવાડા, ગાંધીનગર ખાતે ખસેડાશે. લેકાવાડા ખાતે ૬૦ એકરમાં નિર્માણ પામનાર ૩૦ સ્પેશિયલ કમ્પોઝિટ ગ્રુપ (જીઝ્રય્) ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં બનતી કોઈપણ આતંકવાદી ઘટનાનો જવાબ આપવા માટે ૨૪ ટ ૭ તૈયાર રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, જૂથ દ્વારા તેમના જવાબદારીના ક્ષેત્રમાં વિવિધ સ્થળોએ નિયમિત આતંકવાદ વિરોધી તાલીમ, બિલ્ડિંગ/ટ્રેન/બસમાં થતી આતંકવાદી પ્રવત્તિઓને નાથવા અને બોમ્બ નિષ્ક્રિયકરણ તાલીમનું આયોજન કરવામાં આવે છે.
તાજેતરમાં, આ જૂથે મોસ્કોથી ગોવા જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બોમ્બ થ્રેટ ન્યુટ્રાલાઈઝેશન ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું, જેનું જામનગર ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (દ્ગજીય્) એ આતંકવાદના ગંભીર કૃત્યને નિષ્ફળ બનાવવા માટે ઊભુ કરાયેલ સજ્જ અને પ્રશિક્ષિત દળ છે. આતંકવાદને ડામવા માટે અસાધારણ સંજાેગોમાં જ આ દળને તૈનાત કરવામાં આવે છે. શ્રેષ્ઠતા, શૂન્ય ભૂલ, સામેથી લીડ, ઝડપ, ચપળતા અને ચોકસાઈ જેવા નૈતિક ગુણો રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ધરાવે છે. દેશને આતંકવાદની પ્રવૃત્તિઓથી સુરક્ષિત રાખવાની વિશિષ્ટ જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડને સોંપવામાં આવી છે. આ એક ટાસ્ક-ઓરિએન્ટેડ ફોર્સ છે અને તેમાં સ્પેશિયલ એક્શન ગ્રુપ (એસએજી), સ્પેશિયલ રેન્જર ગ્રુપ (એસઆરજી), સ્પેશિયલ કમ્પોઝિટ ગ્રુપ (એસસીજી) જેવા ખાસ દળો છે. દ્ગજીય્ દ્વારા અત્યાર સુધીમાં આતંકવાદ સામેના અનેક ઓપરેશનો સફળતા પૂર્વક બહાર પાડ્યા છે. અમૃતસરનું ઓપરેશન બ્લેક થંડર- ૈં અને ૈંૈં, પંજાબના સરહદી જિલ્લાઓમાં ઑપરેશન ક્લાઉડ બર્સ્ટ, અક્ષરધામ મંદિર, ગાંધીનગર ખાતે ઓપરેશન વજ્ર શક્તિ, છત્તીસગઢનું ઓપરેશન ચક્રવ્યુહ, ૨૬ નવેમ્બર ૨૦૦૮ મુંબઈનું ઓપરેશન બ્લેક ટોર્નેડો અને પઠાણકોટનું ઓપરેશન ધંગુ સુરક્ષા જેવા અનેક ઓપરેશનો થકી દ્ગજીય્ એ આતંકવાદ સામે રાષ્ટ્રની સુરક્ષા કરી છે. ગાંધીનગર ના લેકાવાડામાં કાર્યક્રમમાં એન.એસ.જી હેડકવાટરના આઈ.જી દિપક ખેડીયા, ગાંધીનગર ક્ષેત્રીય હબના ગ્રુપ કમાન્ડર કર્નલ જય રામસિંગ તથા એન.એસ.જીના ઉચ્ચ અધિકારીઓ-કમાન્ડો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરમાં ભૂમિ પૂજન કરવામાં આવેલું અને ભવિષ્યનું એનએસજી ઓપરેશનલ હબ ન માત્ર આતંકવાદી ગતિવિધિઓને કાબુ કરવા પરંતુ ગુજરાત રાજ્યના હજારો યુવાનો અને યુવતીઓને ટ્રેનિંગ પણ આપશે અને અનેક યુવક યુવતીઓને રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા પણ પૂરી પાડશે.
Recent Comments