ગાંધીનગરના શેરથા ભારત ભર માં પ્રથમવાર નવ કુમારિકા દીકરીના યજમાન પદે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

ગાધીનગર તાલુકાનાં વૈજનાથ મહાદેવ મંદિર શેરથા મુકામે સોમવતી અમાસે ભારત ભરમા પ્રથમ વખત હોમાત્મક લધુરૂદ્ર યજ્ઞ ૯ કુંવારી કન્યાને બેસાડીને આયોજન કરવામાં આવ્યો હતો. જે આજ દિન સુધી બન્યું નથી. આ યજ્ઞ લોક કલ્યાણ અને કોરોના મહામારી ને કારણે અવસાન પામેલા લોકો ના આત્મ શ્રેયારથે અને લોકો ની સુખાકારી માટે કરવામાં આવ્યો હતો. આ કન્યાઓ પોતાની સ્વેચ્છાએ સવારે ૯ થી સાંજે ૬ સુધી હવનમાં બેસી હતી. બપોરે તેઓને ફરાળ તેમજ સાંજે ભોજન કરાવવામાં આવ્યું હતું.કોરોના ગાઇડ લાઇન નું સંપૂર્ણ પાલન કરવા માં આવ્યું હતું. વૈજનાથ મહાદેવ ની પ્રેરણા થી આ યજ્ઞ માટે મહાવીરઞીરી ગોસ્વામીએ તનતોડ મહેનત કરી હતી તેઓ સરકારી નોકરી માં ઓફીસર પદે નિવૃત્ત થયા બાદ સનાતન ધર્મ નો પ્રચાર પ્રસાર અર્થે સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રાખી હતી તેઓનું કહેવું હતું કે આપણે આપણા અને ફેમિલી માટે તો કમાવા મા આખી જીંદગી કાઢી નાખી પણ સમાજ માટે પણ કાંઈક કરવું જોઈએ તેઓએ આગાઉ ૯ લધુરૂદ્ર યજ્ઞ અને ૪ મહારૂદ્ર યજ્ઞ યોજાયા હતા. સોમનાથ મહાદેવ મંદિર માટે જીર્ણોદ્ધાર કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી
Recent Comments