ગુજરાતની રાજધાની ગાંધીનગરના સરગાસણની યુવતીએ દહેજ માગીને ત્રાસ આપતાં સાસરિયાં સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ શોભા ખંડેલવાલ (હાલ રહે. સરગાસણ)એ ફરિયાદ નોંધાવી છે કે મારા માસાએ તેમના સબંધી ગૌતમ રાયચંદ ખંડેલવાલ સાથે મારાં લગ્ન કરાવ્યાં હતાં. તે સમયે પતિને કપડાની દુકાનમાં નોકરી છે અને એલઆઇસી એજન્ટ તરીકે પણ કામ કરે છે, તેમ કહ્યું હતું. ત્યાર બાદ મારાં લગ્ન જૂન, ૨૦૧૭માં થયાં હતાં. દોઢ મહિના સુધી મને સારી રીતે રાખ્યા પછી જેઠાણીએ ‘ભાડાના મકાનમાં રહીએ છીએ’, કહીને મારા પિતાએ આપેલા ૧૦ તોલા સોનું, ૫૧ તોલા ચાંદીના દાગીના લઇ લીધા હતા. ત્યાર પછી હું પ્રેગ્નેન્ટ થતાં મને છોકરો જ જાેઇએ, દીકરી થઇ તો ઘરની બહાર કાઢી મૂકીશ કહીને દબાણ કરતા હતા. સાસરીવાળા મારી સાથે મારઝુડ કરતા હતા. પતિ સાથે ફોન ઉપર વાત કરવાનો પ્રયાસ કરતી હતી તો મારા જેઠાણી કહેતા કે જાે તારા પતિ સાથે સંપર્ક કરવો હોય તો રૂપિયા આપવા પડશે. મારો ભાઇ મૈસુર મુકવા ગયો હતો, તો મને અને મારા ભાઇને ઘરની અંદર પણ આવવા દીધા ન હતા. ભાડાના ઘરમા રાખીને સુવિધાઓથી દુર વંચિત આવતી હતી. પતિ અમદાવાદ આવ્યા પછી પણ રૂપિયાની માંગણી કરતા હતા. આખરે પતિ ગૌતમ ખંડેલવાલ, શાંતિલાલ ખંડેલવાલ અને લલીતાદેવી ખંડેલવાલ સામે ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગરના સરગાસણની પરિણીતાએ સાસરિયા સામે દહેજની ફરિયાદ નોંધાવી

Recent Comments