ગાંધીનગરના સેક્ટર-૨૧માંથી બાઇક ચોરી લટાર મારતા ચોરને પોલીસે ઝડપી પાડ્યો
ગાંધીનગરના સેકટર-૨૧માં આવેલા સૌરાષ્ટ્ર ફરસાણની દુકાન આગળથી પલ્સર બાઈકની ચોરી કરીને બે મહિનાથી ગાંધીનગરમાં લટારો મારતા બોરીજનાં યુવાનને સેકટર-૨૧ પોલીસના સર્વેલન્સ સ્કવોડ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને સર્કિટ હાઉસ નજીકથી ઝડપી લેવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર-૨૧માં આવેલા સૌરાષ્ટ્ર ફરસાણ વિસ્તારમાંથી ગત તા. આઠમી મેના રોજ નંબર પ્લેટ વિનાના પલ્સર બાઈક ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જે અન્વયે સેકટર-૨૧ પોલીસનાં સર્વેલન્સ સ્કવોડ દ્વારા બાઈક ચોરને ઝડપી લેવા માટે છેલ્લા બે મહિનાથી ગુપ્તરાહે તપાસ કરવામાં આવી રહી હતી. જેનાં પગલે સર્વેલન્સ સ્કવોડની અલગ-અલગ ટીમો ઉપરોક્ત વિસ્તારમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
જ્યાં બાતમી મુજબનાં પલ્સર બાઇક લઇને યુવાન પૂરપાટ ઝડપે પસાર થયો હતો. જેણે પોલીસ કાફલાને જાેઈને બાઈક ભગાવી મૂક્યું હતું. આથી સર્વેલન્સ સ્કવોડની ટીમોએ પોતાના વાહનો લઈને બાઈકનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરી દીધો હતો અને સર્કિટ હાઉસ પાસે બાઇકને કોર્ડન કરી લઈ યુવાનને ઝડપી લીધો હતો.
જેની કડકાઈથી પૂછતાંછ કરતાં યુવાને પોતાનું નામ કમલેશ રાધેશ્યામ રાવલ અને બોરીજ ગામે રહેતો હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે ૧૯ વર્ષીય મૂળ આલમપુરનાં વતની કમલેશની ધરપકડ
Recent Comments