ગુજરાત

ગાંધીનગરની નેશનલ ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સીટીનું કેમ્પસ ગોવા-ત્રિપુરામાં પણ ખૂલશે

જિલ્લાની નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સીટીમાં તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુલાકાત લીધી હતી અને લેબોરેટરીનું ઉદઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય કેમ્પસમાં પણ યુનિવર્સિટીના કેન્દ્રો આગામી સમયમાં ઓપન થશે. એન.એફ.એસ.યુ.ના ડિરેક્ટર એસ.ઓ. જુનારેએ કહ્યું, “ગોવા અને ત્રિપુરા આ બે સ્ટેટમાં યુનિવર્સિટીના કેમ્પસ આગામી સમયમાં ખુલશે. જાેકે યુનિવર્સિટીનો ટાર્ગેટ જુદા જુદા રાજ્યોમાં કેમ્પસ ઓપન કરવાનો છે. આ ઉપરાંત અન્ય ચાર જેટલા દેશોએ પણ કેમ્પસ ખોલવા માટે તૈયારીઓ દર્શાવી છે.”

ભારત સરકારે અન્ય રાજ્યમાં શાખા ઓપન કરવાની પરવાનગી આપી છે. આવનારા પાંચ વર્ષમાં પાંચથી દસ કેમ્પસ દેશ અને વિદેશમાં ખોલવાની તૈયારીઓ પણ યુનિવર્સિટીની છે. જેમાં ગોવા, ત્રિપુરા ઉપરાંત આગામી સમયમાં રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્રમાં પણ જલદી જ નવા કેમ્પસ યુનિવર્સિટીના ઓપન થશે. તેવું એન.એફ.એસ.યુ.ના ડિરેક્ટર એસ.ઓ. જુનારેએ કહ્યું હતું. આ ઉપરાંત વિદેશની કન્ટ્રીના પાંચ પ્રપોઝલ આવ્યા છે. ઝિમ્બાબ્વે, યુગાન્ડા, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોમાં શાખાઓ ખોલવા માટે પ્રપોઝલ આવ્યા છે. જાે આવુ થશે તો અહીંથી મેનપાવર અને ઇક્વિપમેન્ટ મોકલવામાં આવશે. વિદેશમાં ચાલતી શાખાઓનું હેડક્વાર્ટર પણ ગાંધીનગર બનશે. નેશનલ કોન્ફરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી એ ફોરેન્સિક સાયન્સ એજ્યુકેશન આપવાવાળી વિશ્વની એકમાત્ર આ સંસ્થા છે.

Follow Me:

Related Posts