fbpx
ગુજરાત

ગાંધીનગરની યુવતીને નગ્ન ફોટા મોકલીને બ્લેક મેઇલ કરનાર ભૂજનો યુવક ઝડપાયો

ગાંધીનગરની યુવતી સાથે મેટ્રીમોનીયલ વેબસાઇટ સાદી ડોટ કોમના માધ્યમથી સંપર્કમાં આવનાર યુવકે નગ્ન ફોટો મોકલીને બ્લેક મેઇલ કરવા પ્રયાસ કર્યા હતા. આવી નફફટાઇ કરનાર ભુજનાં યુવકને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડયો હતો. આ યુવકને જેલમાં મોકલીને યુવતીના ફોટા મોર્ફ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરે તે પહેલાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી મૂળ મોડાસા ની યુવતીએ લગ્ન માટે મૂરતિયા શોધવામાં મદદ કરતી વેબ સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનાં કારણે યુવતીના આઈ ડી પર ઘણા યુવકો રિકવેસ્ટ મોકલી લગ્નની તૈયારી દર્શાવતા હતા. પરંતુ યુવતીને કોઈ યુવકની પ્રોફાઈલ પસંદ આવતી ન હતી. ઘણા બધા યુવકોની રિકવેસ્ટ ચકાસ્યા પછી થોડા દિવસ યુવતીના આઈ ડી પર અંકુર સોસાયટી ભુજ શહેરમાં રહેતા કુશ ઠાકર ઉર્ફે કુશ દિનેશ ભાઈ માણેક નામના યુવકે પણ રીકવેસ્ટ મોકલી આપી હતી

જેમાં તે એમસીએ નો અભ્યાસ કરેલો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી કુશ ઠાકર ભણેલો ગણેલો હોવાના કારણે યુવતીએ તેની રીકવેસ્ટ સ્વીકારી કરી લીધી હતી. આમ બન્ને વચ્ચે પરિચય થતાં વાતચીતનો દોર શરૂ થયો હતો.

આ વાતચીત દરમિયાન કુશ ઠાકરે યુવતીના કોન્ટેક્ટ નંબર પણ મેળવી લીધા હતા. જેનાં થકી બન્ને વચ્ચે ફોન મારફતે પણ વાતચીત થવા લાગી હતી. ત્યારે એક દિવસ કુશ ઠાકરે યુવતીને ન્યુડ ફોટા મોકલી આપ્યા હતા. જે જાેઈને યુવતી એકદમ ડઘાઈ ગઈ હતી. ન્યૂડ ફોટા મોકલ્યા પછી કુશ ઠાકરે યુવતીને પણ તેના ન્યૂડ ફોટા મોકલી આપવામાં દબાણ કર્યું હતું. જેથી કરીને યુવતીએ કુશ ની પ્રોફાઈલ બ્લોક કરી તેની સાથેના તમામ સંપર્ક બંધ કરી દીધા હતા. અને તેનો મોબાઇલ પણ બ્લોક લિસ્ટમાં મૂકી દીધો હતો.
ગાંધીનગર સાયબર ક્રાઇમ ઈન્સ્પેક્ટર પી. એલ.વાઘેલાએ પણ યુવતીનાં ફોટા મોર્ફ કરીને વાયરલ કરવામાં આવે તે પહેલાં પીએસઆઇ નિલેશ ચૌધરી અને પી.એન.ઝાલા સહિતના સ્ટાફને કામે લગાડી ટેકનિકલ સર્વેલન્સ થકી તપાસનો દોર શરૂ કર્યો હતો. ત્યારે લગ્ન વેબસાઈટ સાદી ડોટ કોમમાં રજીસ્ટર થયેલા કુશ ઠાકર ભુજ શહેરમાં રહેતો હોવાનું ખુલવા પામ્યું હતું. અને સાયબર ક્રાઇમની ટીમ તાબડતોબ ભુજ પહોંચી જઈ કુશને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts