fbpx
ગુજરાત

ગાંધીનગરને નવા મેયર અને ડેપ્યુટી મેયર ગુરવાર સુધી મળશે

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. કમલમ ખાતે ભાજપે જીતનો જશ્ન મનાવ્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠુ કરાવીને જીતની ઉજવણી કરી. આ સમયે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા.ગાંધીનગરને આગામી ગુરૂવારે નવા મેયર મળી શકે છે. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીત્યા બાદ ભાજપે હજુ સુધી મેયર, ડેપ્યુટી મેયર સહિતના નામો જાહેર નથી કર્યા. જાે કે મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા ગુરૂવારે મળશે. જેમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની જાહેરાત થશે. આ સામાન્ય સભા પહેલા ભાજપની કોર કમિટીની બેઠક મળશે. જેમાં મેયર સહિતના નામો પર મહોર લગાવવામાં આવશે .ગાંધીનગરમાં મેયર પદ અનામત હોવાથી હિતેશ મકવાણા, ભરત દિક્ષીતનું નામ ચર્ચામાં છે. જ્યારે ડેપ્યુટી મેયરના પદ પર મહિલા કોર્પોરેટરને સ્થાન મળી શકે છે તેવી શક્યતા છે. હાલમાં જ યોજાયેલી ગાંધીનગર મનપાની કુલ ૪૪ બેઠકોમાં ૪૧ બેઠક પર ભાજપે જીત મેળવી છે. જયારે કોંગ્રેસને ૨ અને આપ પક્ષને ૧ બેઠક મળી છે. ભાજપે ઇતિહાસ રચ્યો છે. ૧૦ વર્ષમાં પહેલીવાર ભાજપે બહુમતી મેળવી છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાની આ છેલ્લી ચૂંટણી છે. અને સરકારમાં નેતાગીરી બદલાયા બાદની પહેલી ચૂંટણી છે. ભાજપ માટે ગાંધીનગર જીતવું અતિ મહત્વપૂર્ણ હતું.

Follow Me:

Related Posts