ગુજરાત

ગાંધીનગરમાં અજાણ્યા વાહને પહેલા બાઇકને ત્યાર બાદ ૪ રાહદારીઓને અડફેટે લીધા, એક વૃધ્ધાનું મોત

ગાંધીનગરના આલમપુર પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. બાદમાં રસ્તે જતી ત્રણ રાહદારી મહિલાઓને પણ અડફેટે લઈ નાસી ગયો હતો. આ ડબલ અકસ્માતમાં બાઇક ચાલક સહિત ત્રણ મહિલાઓને શરીરે વધતી ઈજાઓ થઈ હતી. જે પૈકી એક વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજતા ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts