ગાંધીનગરમાં આફ્રિકાના કોરોના સ્ટ્રેઇનનો શંકાસ્પદ કેસ આવતા હડકંપ

વ્યક્તિના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુણેની લેબોરેટરીમાં મોકલાયા
રાજ્યમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં સતત વધારો થયો હતો. જાે કે થોડા સમય બાદ કોરોનાનાં કેસો ઘટવા લાગ્યા હતા. પણ ચૂંટણીના મેળાવડાને કારણે રાજ્યમાં ફરીથી કોરોના બેકાબૂ બન્યો છે. અને તેવામાં ગાંધીનગરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં આફ્રિકાના નવા સ્ટ્રેઈનનો શંકાસ્પદ કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.
ગાંધીનગરમાં પણ આફ્રિકાના નવા સ્ટ્રેઈનની એન્ટ્રી થઈ ગઈ હોવીની આશંકાઓ સેવાઈ રહી છે. આફ્રિકાથી પરત આવેલાં વ્યક્તિમાં નવા સ્ટ્રેઈનના લક્ષણો દેખાયા હતા. મૂળ કલોલનો વ્યક્તિ આફ્રિકાથી પરત આવ્યો હતો. તેનામાં નવા સ્ટ્રેઈન હોવાની આશંકાએ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. અને વ્યક્તિના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુણેની લેબોરેટરીમાં મોકલાયા હતા.
આ ઉપરાંત અસારવા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જાેશીએ કહ્યું છે કે બધા લોકોએ ખાસ ધ્યાન રાખવું જાેઈએ. હજુ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. લોકોએ ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું પાલન કરવું જ પડશે. દરેક મેળાવડામાં ના જવું જાેઈએ અને મેળાવડા ટાળવા જાેઈએ. દરેક લોકોએ પોતાનું અને આસપાસનાં લોકોનું ધ્યાન રાખવું જાેઈએ. ત્રીજી લહેર આવી શકે છે અને સાવચેતીનાં પગલાં લઈશું તો નહીં આવે ત્રીજી લહેર તેવું પણ ડો. રાકેશ જાેશીએ જણાવ્યું હતું.
Recent Comments