ગાંધીનગરમાં આ તાલુકાનું આ ગામ છે તમામ ક્ષેત્રેનું કામ બિરદાવવા લાયક
રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા લોદરા ગામ આજે વિકાસની હરણફાળ ભરીને સમૃદ્ધ ગામ બની ચૂક્યું છે. અહીં ચોવીસ કલાકથ્રી ફેઇજ કનેક્શન દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચતું કરવા ઉપરાંત ૨૫ જેટલા સખી મંડળોની મહિલાઓ એકબીજાના સહયોગથી વિવિધ ગૃહ ઉદ્યોગ કરીને કમાણી કરી રહ્યા છે. ગુજરાતના ગામડાં પહેલેથી સમૃદ્ધ રહ્યા છે.
રાજ્યના કર્મઠ ખેડૂતો, કારીગરો, મજૂરો વગેરેએ એમના પરસેવા થકી રાજ્યના વિકાસને સિંચ્યો છે. ગુજરાતનાં ગામડાંની દેશ વિદેશમાં નોંધ લેવાઈ છે. ગાંધીનગરના માણસા તાલુકાનું એક એવું જ ગામ જે સ્વાદિષ્ટ વ્યંજન ખમણને લીધે તો ઓળખાયું જ છે પણ એના વિકાસને લીધે પણ અલગ ઊભરી આવ્યું છે. લોદરા ગામની ચાર વસ્તુઓ ઘણી પ્રખ્યાત છે. જેના વિશેની એક કહેવત ઘણી પ્રચલિત છે. લોકો કહે છે કે, ‘બાવો, માવો, ખમણ અને ખાટલો તો લોદરાનો જ સારો’
Recent Comments