ગુજરાતની રાજધાની એવા ગાંધીનગરના એક ગામનાં વિકૃત રિક્ષાવાળાએ ૧૭ વર્ષની દૂરની કુટુંબી બહેનની આબરૂ લેવાના ઈરાદે છેડતી કર્યાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. તો પોલીસ તપાસમાં આશરે ચાલીસ વર્ષીય પરણિત પિતરાઈ ભાઈ છેલ્લા ત્રણેક મહિનાથી સગીરાની એકલતાનો લાભ ઉઠાવી પજવણી કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. પરંતુ પિતરાઈ ભાઈએ પોતાનો ગુપ્ત ભાગ પકડીને બિભત્સ ઈશારા કરી હદ વટાવી દેતા સગીરાએ ચુપકીદી તોડી પરિવારમાં વાત કરી હતી.એક ગામમાં રહેતો વિકૃત રિક્ષા(ટેમ્પો) ચાલક કામવાસનામાં એટલો અંધ બની ગયો હતો કે, દૂરના કુટુંબની ૧૭ વર્ષની સગીર બહેનની એકલતાનો લાભ લઈને એકીટશે જાેયા કરતો હતો.
આસપાસ કોઈ ન હોવાથી તેની હિંમત એટલી વધી ગઈ હતી કે, તેણે પોતાનો ગુપ્ત ભાગ પકડીને બિભત્સ ઇશારા કર્યા હતા. આ દ્રશ્ય જાેઈને ગભરાઈ ગયેલી સગીરાએ રડતાં રડતાં તેના માતા પિતાને સઘળી હકીકત વર્ણવી હતી. સગીરાના માતા પિતા કુટુંબી ભત્રીજાને ઠપકો આપવા ગયા હતા. ત્યારે લાજવાની જગ્યાએ તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને પોતાના કુટુંબી કાકાને માર મારવા લાગ્યો હતો. અને કાકીને પણ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. આથી સગીરાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરીને મદદ માંગી હતી. થોડીવાર અભયમની ટીમ પહોંચી જતાં રિક્ષા ચાલક બેફામ બનીને તમે કેમ અહીં આવી ગયા છો. શું સાબિતી છે મેં છેડતી કરી છે. કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો. અભયમની ટીમે રિક્ષા વાળાને ઘણો સમજાવ્યો હતો.
પણ તે પોતાનો ભાઈ પોલીસમાં હોવાની ઘોસ બતાવવા લાગ્યો હતો. આખરે મામલો વધુ વણસતા અભયમ ટીમે પીસીઆર બોલાવી પરચો બતાવી દીધો હતો. છતાં પણ રિક્ષા ચાલક બેફામ વાણી વિલાસ કરતો હતો. આખરે પોલીસે તેને પીસીઆરમાં નાંખીને પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં સગીરાની વધુ પૂછતાંછ કરતાં પિતરાઈ ભાઈ છેલ્લા ત્રણ મહિનાથી બિભત્સ ઈશારા કરીને છેડતી કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે પોલીસે વિકૃત પિતરાઈ ભાઈ સામે આઇપીસીની કલમ ૩૫૪એ,૩૨૩,૫૦૪ અને ૫૦૬(૨) અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.
ગાંધીનગરના એક ગામના વિકૃત રિક્ષાવાળાએ પોતાનો ગુપ્ત પકડીને ૧૭ વર્ષની સગીરા વયની દૂરની કુટુંબી બહેનની આબરૂ લેવાના ઈરાદાએ બિભત્સ ચેનચાળા કરીને છેડતી કરી સગીરાના પિતાને પણ માર મારી માતાને ગાળો બોલતાં સ્થળ પર પહોંચેલી અભયમ ટીમ સાથે પણ માથાકૂટ કરી હતી. જેનાં પગલે અભયમની ટીમે પોતાનો પરચો બતાવી પીસીઆર બોલાવી વિકૃત રિક્ષાવાળાને પેથાપુર પોલીસને સોંપી દેતાં તેની પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી જેલ ભેગો કરી દેવાયો છે.


















Recent Comments