કરાઈ પોલીસ એકેડમીમાં રજા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવવી ટ્રેઈની પીએસઆઈને ભારે પડ્યું છે. નકલી આમંત્રણ પત્રિકા મામલે ટ્રેઈની પીએસઆઈ સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોઁધાઈ છે. ટ્રેઈની પીએસઆઈનો ભાંડો ફૂટતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રજા મેળવવા સગાઈનું ખોટું આમંત્રણ કાર્ડ બનાવતા કાર્યવાહી કરાઈ છે. ઉપરી અધિકારીના ધ્યાને આવતા તેને સસ્પેન્ડ કરાયો.
હજી તો નોકરી શરૂ નથી થઈ ત્યાં જ પીએસઆઈના રજા લેવાના નખરા શરૂ થઈ ગયા છે. ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં એક ટ્રેઈની પીએસઆઈએ રજા લેવા માટે જે કર્યું તે જાણીને ઉપરી અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પાલનપુરનો ૨૦ વર્ષીય યુવક મુન્નાભાઈ જાન્યુઆરી ૨૦૨૩ થી બિનહથિયારધારી પીએસઆઈ તરીકે કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો હતો. તેણે બે દિવસની રજા માટે એકેડમીમાં માંગણી કરી હતી. આ માટે તેણે પોતાની સગાઈનું કારણ જણાવ્યુ હતું. એટલું જ નહિ, તેણે ૧ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ પોતાની સગાઈનું આમંત્રણ કાર્ડ પણ છપાવ્યુ હતું.
જેના દ્વારા તેણે બે દિવસની રજા મંજૂર કરાવી હતી. પરંતુ ઉપરી અધિકારીઓને ધ્યાને આવ્યું કે, તેની સગાઈ પત્રિકામાં અનેક લોચા હતા. તેમાં માત્ર યુવક અને યુવતીનું જ હતુ. તેમા માતાપિતા કે સરનામાનો કોઈ ઉલ્લેખ ન હતો. ઉપરી અધિકારીએ શંકા જતા તેઓએ તપાસ કરાવી હતી. જેથી ઈન્સ્પેક્ટર વાઘેલાને આ અંગે તપાસ સોંપવામાં આવી હતી. જેથી તેઓએ ટ્રેઈની પીએસઆઈ મુન્નાભાઈના ઘરે જઈને તપાસ કરી હતી, તો તે માહિતી ખોટી નીકળી હતી. ગામમાં જઈને પાડોશીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા. મુન્નાભાઈની પોલ ખૂલી હતી. આખરે તપાસ પોલીસ એકેડમીને સોંપાઈ હતી. જેના બાદ પીએસઆઈ મુન્નાભાઈ વિરુદ્ધ ડભોડાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.


















Recent Comments