fbpx
ગુજરાત

ગાંધીનગરમાં કોને મળશે ફાયદો? કોને નુક્સાન?

ગાંધીનગરમાં કુલ ૨,૮૧,૮૯૭ મતદારો છે, જેમાંથી ૧,૫૮,૫૩૨ મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગાંધીનગરમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં વધારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. હવે આ મતદાનની ૫૬%ની ટકાવારી કોને ફળે છે તે પરિણીમના દિવસે જાણવા મળશે.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ ગઈ, આ ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ ઠંડો જાેવા મળ્યો હતો.

શહેરમાં આમ આદમી પાર્ટી પહેલીવખત કોર્પોરેશનની ચૂંટણીમાં ઝમ્પલાવતા ત્રિપાંખીયો જંગ થઈ રહ્યો છે. પરંતુ ઓછા મતદાનમાં પરિણામ કોના તરફી રહેશે તે તો આગામી ૫મી તારીખે માલુમ પડી જશે. ગાંધીનગરમાં યોજાયેલી ચૂંટણીમાં બપોરના એક વાગ્યા સુધીમાં માત્ર ૧૭% જ મતદાન થયું હતું, આ પછી મતદારોને રિઝવવા માટે નેતાઓ અને ધારાસભ્યો મેદાનમાં આવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં માત્ર સરઘસ નહીં પરંતુ રેલી, ડાયરા, રોડ-શો, નાટક વગેરે રીતે મતદારોને રિઝવવાના પ્રયાસ થયા હતા જાેકે, હવે ઓછું મતદાન થતા પરિણામ પર તેની કેવી અસર પડશે તે આગામી દિવસોમાં સામે આવશે.

બીજી તરફ પહેલીવાર ગાંધીનગરમાં ચૂંટણી દરમિયાન અજંપો રહેતા પોલીસ દોડતી થઈ હતી, સેક્ટર-૨૨, સેક્ટર-૬ જેવા વિસ્તારોમાં બે પાર્ટીઓના કાર્યકર્તાઓ આમને-સામને આવી જતા મામલો ગરમાયો હતો. જેમાં વોર્ડ-૫ના સેક્ટર ૨૨માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને-સામને આવી જવાની ઘટના બની હતી અને અહીં ૧૦૦ જેટલા મતદારોના નામ યાદીમાંથી ગાયબ હોવાના મુદ્દે હોબાળો થોય હતો. બીજી તરફ ૧૦ નંબરના વોર્ડમાં આવતા સેક્ટર-૬માં તથા વોર્ડ-૯ના કુડાસણમાં આપના બૂથમાં તોડફોડ કરવાની તથા કાર્યકર્તાઓ પર હુમલો કરવાની ઘટના બની હતી. આદર્શ આચાર સંહિતા પ્રમાણે પ્રચાર અર્થે બહારગામથી આવેલા કાજકીય કાર્યકર્તાઓએ અભિયાન બાદ પરત ફરી જવાનું હોય છે. જાેકે, આપના કેટલાક કાર્યકર્તાઓ ગાંધીનગરની અલગ-અલગ હોટલો, મંદિર, સંકુલ વગેરે સ્થળે રોકાયા હોવાનું માલુમ પડતા તેમને બહાર કઢાયા હોવાની વિગતો સામે આવી રહી છે.

આ પછી આપના બહારગામથી આવેલા કાર્યકર્તાઓની પાર્ટી દ્વારા અન્યત્ર વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ સિવાય કેટલાક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી હતી. આ અંગે આપના જિલ્લા પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું કે, અન્ય પક્ષના કાર્યકર્તાઓ પણ બહારગામથી આવેલા હતા. નિયમ બધા માટે સરખો હોવો જાેઈએ. પરંતુ પોલીસ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જ નિશાન બનાવ્યા હતા.

Follow Me:

Related Posts