fbpx
ગુજરાત

ગાંધીનગરમાં ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત

ગાંધીનગરના ડભોડા સાલુજીનાં મુવાડા ખાતે રહેતાં અશોકસિંહ રંગતસિંહ પરમાર પોતાના સંબંધીઓ ભવાનસિંહ કેસરીસિંહ પરમાર, હાર્દિકસિંહ અજયસિંહ પરમાર, વિજયસિંહ પરમાર અને કાકાના દીકરા અજયસિંહને તેની આઈ-૧૦ કાર સાથે લઈને ડભોડા ગામથી લગ્ન પ્રસંગમાં વડવાસા પ્રાંતિજ ખાતે ગયા હતા. બાદમાં લગ્ન પ્રસંગ માણીને અશોકસિંહ ઉપરોક્ત સંબંધીઓ સાથે પરત આવવા માટે કારમાં નીકળ્યા હતા.

મહુંન્દ્રા પાટીયા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત થતાં કારમાં સવાર તમામ લોકોને શરીરે વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે દોડી આવેલા લોકોએ તમામ ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યા હતા. જ્યાં ચાલક અજયસિંહનું માથામાં ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ભવાનસિંહને અમદાવાદ સિવિલ તેમજ અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગે ચીલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરનાં મહુંન્દ્રા પાટીયા પાસે લગ્નનો પ્રસંગ માણીને ઘરે પરત ફરતી વેળાએ આઈ-૧૦ કાર આગળ જતાં ટ્રેલરની પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર ચાર લોકોને શરીરે ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે ચીલોડા પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts