fbpx
ગુજરાત

ગાંધીનગરમાં તસ્કરોએ G-૨૦ સમિટની ઉજવણી અંતર્ગત લગાવેલા ૨૦ દેશોના રાષ્ટ્રધ્વજ સાથેની લોખંડની સ્ટૅન્ડિંઓ પણ ચોરી લઈ રફુચક્કર થયા

ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા જી – ૨૦ સમિટની ઉજવણી અંતર્ગત પરિસરની બહારની સાઈડમાં ફૂટપાથની બાજુમાં લગાવવામાં આવેલ ૨૦ દેશોના રાષ્ટ્રધ્વજ સાથેના લોખંડની સ્ટેન્ડીંઓ પણ ચોરાઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સેકટર – ૨૧ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજનાં આધારે વધુ તપાસનો દોર શરૂ કર્યો છે. ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી શરૂ થયેલી ઘરફોડ ચોરી સહિતના ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકારજનક બની ગયાનું ચિત્ર ઉપસી રહ્યું છે. રોજબરોજ વાહન ચોરીના છૂટાછવાયા ગુનાઓ પણ વધી રહ્યા છે.

ત્યારે થોડા વખત અગાઉ સેકટર – ૨૪ ના ભરચક માર્કેટ વિસ્તારમાં એટીએમ ગેસ કટરથી કાપીને તસ્કરો રૂ. ૬.૧૯ લાખની રોકડ ચોરી ગયા હતા. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી છતાં હજી તસ્કરો હાથમાં આવ્યા નથી. એવામાં ચિલ્ડ્રન યુનિવર્સિટી બહારથી ૨૦ દેશોના રાષ્ટ્રધ્વજ સાથેની લોખંડની સ્ટેન્ડિંઓ ચોરાઈ જવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર ડેનિશા રામપ્રશાદ વલ્લભદાસ અગ્રાવતે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૬મી જાન્યુઆરી માસમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં ભાગરૂપે તથા ભારતને જી-૨૦ સમિટની અધ્યક્ષતા મળેલ છે.

જે અંગેની ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન યુનિવર્સીટી દ્વારા જી-૨૦ સમિટના ૨૦ દેશોના રાષ્ટ્રધ્વજ સાથેની કુલ ૨૦ લોખંડની સ્ટેન્ડીંઓ યુનિવર્સિટીનાં પરિસરની બહારની બાજુ લગાવવામાં આવી હતી. ત્યારે ૨૨ મી ફેબ્રુઆરીએ યુનિવર્સીટીનું જનરલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતું. ત્યારે આ ૨૦ દેશોના રાષ્ટ્રધ્વજ સાથેની લોખંડની સ્ટેન્ડીંઓ ચોરાઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેનાં પગલે યુનિવર્સિટીનાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.

જેમાં ૧૪ મી ફેબ્રુઆરીનાં રોજ બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં એક અજાણ્યો ઈસમ લોખંડની સ્ટેન્ડીંઓ લઇ કેમેરામાં કેદ થયેલો જાેવા મળ્યો હતો. આ બનાવના પગલે ઉપરી અધિકારીની સૂચના પગલે સેકટર – ૨૧ પોલીસ મથકમાં રૂ. ૬૦ હજારની ૨૦ દેશોના રાષ્ટ્રધ્વજ લગાવેલ લોખંડની સ્ટેન્ડિંઓ ચોરી થયાની ફરિયાદ આપવામાં આવી છે. જે અન્વયે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજનાં આધારે વધુ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts