ગાંધીનગરમાં નવા વર્ષની ઉજવણી પર પોલીસ એક્શન મોડ પર
રાજ્ય સરકારે કોવિડ સંક્રમણને અનુલક્ષીને કોરોના ગાઈડ લાઈન બહાર પાડી રાત્રીના ૧૧થી સવારના ૫ વાગ્યા સુધી કરફ્યુ લાદી દીધો છે. જેની પણ કડક અમલવારી પોલીસ દ્વારા શરૂ કરાવી દેવામાં આવી છે. જાે કે આજે વર્ષના અંતિમ દિવસે દર વખતની જેમ દારૂની પાર્ટીઓનું આયોજન થવાની સંભાવના વર્તાઈ રહી છે. ગાંધીનગર પોલીસ પણ કોવિડનાં કાયદાની ચુસ્ત અમલવારી માટે આજે સાંજ પડતાં માર્ગો પર સઘન પેટ્રોલીંગ શરૂ કરી દેશે. રાત્રિ કરફ્યુનો ભંગ ન થાય તે માટે ગાંધીનગરમાં પ્રવેશવાનાં માર્ગો પર બેરીકેટ્સ લગાવી તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. તેમજ ગાંધીનગરના ફાર્મ હાઉસ તેમજ હોટલો પર પણ આકસ્મિક ચેકીંગ કરવામાં આવશે. આ દરમિયાન કોઈપણ નશાખોર હાથમાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રાત્રીના અગિયાર વાગ્યા પછી પણ કોઈ વ્યક્તિ દ્વારા કરફ્યુનો ભંગ કરાશે તો તેને નવા વર્ષની ઉજવણી જેલમાં જ કરવી પડશે.
આજે ખાસ તકેદારી રાખવા પોલીસ વડા દ્વારા તાબાના અધિકારીઓને સતર્ક રહી સઘન ચેકીંગ કરી રાત્રિ કરફ્યુની કડક અમલવારી કરાવવા સૂચનાઓ પણ આપી દેવાઈ છે. જાે કે મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં છૂટછાટ આપવામાં આવશે. તેમજ વિદેશથી આવતા મુસાફરોને પણ જરૂરી દસ્તાવેજ પોલીસ સમક્ષ રજૂ કરવાના રહેશે. આ સિવાય કોઈપણ ઈસમ પકડાશે તો તેના વિરૂદ્ધ કાયદાકીય રાહે કડકાઈથી પગલાં ભરવામાં આવશે.ગાંધીનગરમાં આજે વર્ષના અંતિમ દિને ૩૧મી ડિસેમ્બરની ઉજવણી પર રોક લગાવવા આજે સાંજથી જ પોલીસ માર્ગો પર પેટ્રોલીંગ વધારશે. તેમજ શહેરના પ્રવેશદ્વારો પર ચુસ્ત નાકાબંધી કરીને ફાર્મ હાઉસ તેમજ હોટલોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી નશાખોરોને ઝડપી પાડવા દોડધામ કરી મૂકશે. ગાંધીનગરમાં એકતરફ કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. એવા આજે વર્ષ ૨૦૨૧ના અંતિમ દિવસે ૩૧મી ડિસેમ્બરની ઉજવણી તેમજ પાર્ટીઓ પર ધોંસ બોલાવવા પોલીસ સજ્જ થઈ ગઈ છે. જેના પગલે આજે સૂર્યાસ્ત થતાં જ ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી જશે.
Recent Comments