ગુજરાત

ગાંધીનગરમાં પાંચમાં ડેકોરાઇઝ-૨૦૨૪ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના ૩૦માં વાર્ષિક અધિવેશનમાં ત્રણ વ્યક્તિ વિશેષોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનદેશના વિવિધ રાજ્યોની ૨૫૦થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઓ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં સહભાગી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડેકોરાઈઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી ગાંધીનગરમાં યોજાઈ રહેલા ત્રિ-દિવસીય પાંચમાં ડેકોરાઈઝ-૨૦૨૪ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.

ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં દેશના વિવિધ રાજ્યોની ૨૫૦થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ છે. મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન આ ત્રિ-દિવસીય પ્રદર્શનમાં જાેવા મળશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન સાથે જ મંડપ હાયરર્સ ઈલેક્ટ્રિકલ એસોસિયેશન ગુજરાતના ૩૦માં વાર્ષિક અધિવેશનના પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે પ્રદર્શનના અલગ-અલગ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી અને એસોસિએશનના ત્રણ વરિષ્ઠ સભ્યોનું લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી ગૌરવ સન્માન કર્યું હતું. આ એવોર્ડ્‌સ મેળવનારાઓમાં નટુભાઈ ભટ્ટ ,સમીર શાહ અને સ્વ. શ્રી જગદીશભાઈ ભાવસારનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ઉદઘાટન અવસરે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન, મેયર શ્રીમતી મીરાબહેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ તેમજ એસોસિએશનના પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી તથા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ પણ જાેડાયા હતા.

Related Posts