ગુજરાત

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રેતશિલ્પ તૈયાર કરાયુંકચ્છ અને માંડવીના કલાકારે પાટણની ૫૦ ટન રેતીથી બનાવ્યું રેતશિલ્પ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તેમનું ભવ્ય રેત શિલ્પ બનાવાયું છે. કચ્છ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા આ રેતશિલ્પ તૈયાર કરાયું છે. કચ્છના કલાકારને ગાંધીનગર લાવી આ રેત શિલ્પ તૈયાર કરાયું છે. ગાંધીનગર સેક્ટર ૨૧ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અનુસંધાને રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે પાટણથી ૫૦ ટન રેતી મંગાવવામાં આવી હતી.માંડવીના કલાકાર અનિલ જાેશીએ આ રેત શિલ્પને આકાર આપ્યો હતો. પ્રધાનમંત્રીના જન્મ દિવસની શુભેચ્છાની સાથે ય્૨૦ અને ચંદ્રયાન ૩ ની સફળતાનો સંદેશ આ રેત શિલ્પ દ્વારા આપવામાં આવ્યો. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નરેન્દ્ર મોદીના રેત શિલ્પને ખુલ્લુ મુક્યુ. જેથી અન્ય લોકો તેને જાેઈ શકે.

Follow Me:

Related Posts