ગાંધીનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી ગેંગ સક્રિય થઇ, વૃદ્ધના ખિસ્સામાંથી સેરવી લીધા ૧૬ હજાર રોકડા
ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી મુસાફરોને રિક્ષામાં બેસાડી લુંટી લેતી ગેંગનો આતંક દિન પ્રતિદિન વધી જવા પામ્યો છે. શહેરના સેક્ટર ૬/૭ બસ સ્ટેન્ડ પાસેથી મુસાફરને બેસાડ્યા પછી ખિસ્સામાંથી ૪૭ હજાર ૫૦૦ રોકડા સેરવી લીધાની ઘટના પછી વધુ એક મુસાફરને રિક્ષામાં બેસાડી ઘ – ૫ થી ઘ – ૨ સર્કલ વચ્ચે ૧૬ હજાર ખિસ્સામાંથી કાઢી લેવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે. ગાંધીનગરના ઘ – ૬ નજીક વૃદ્ધ દંપતીનું રિક્ષામાં અપહરણ કરીને સોનાનો દોરો લુંટી લેવાના ગુનામાં બે ઈસમો ઝડપાઈ ગયા હતા.
ત્યારે પાંચેક દિવસ પહેલા પણ સેકટર – ૬/૭ નાં બસ સ્ટેન્ડથી મુસાફરને રિક્ષામાં બેસાડી ૪૭ હજાર ૫૦૦ ખિસ્સામાંથી સેરવી લઈ લૂંટારૃ ગેંગ નાસી ગઈ હતી. ત્યારે વધુ એક મુસાફરનાં ખિસ્સામાંથી ૧૬ હજાર સેરવી લેવાની ફરિયાદ સેકટર – ૭ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. મહેસાણા ખાતે કરિયાણાની દુકાન ચલાવતાં ૫૨ વર્ષીય અરજણજી પ્રતાપજી ચાવડા ગઇ તારીખ ૨૮/૨/૨૦૨૩ના રોજ અમદાવાદ કાલુપુર ખાતે કરીયાણાનો સામાન લેવા માટે બસમાં ઘરેથી નિકળ્યા હતા. અને ઘ – ૫ સર્કલ બસ સ્ટેન્ડ ઉતર્યા હતા.
એ દરમિયાન બપોરના સમયે એક પેસેન્જર રીક્ષા આવતાં અરજણજી તેમાં બેસી ગયા હતા. જેમાં પહેલેથી પાંચેક લોકો બેઠા હતા. બાદમાં રીક્ષા ચાલકે ઘ – ૨ સર્કલ પહોંચતા પહેલાં તેમને ભાડું લીધા વિના ઉતારી મૂક્યા હતા. અને કહ્યું હતું કે એક પેસેન્જરને આગળ ઉતારીને પાછો આવું છું. બાદમાં રીક્ષા ચાલક ભાડું લેવા પાછો આવશે એમ માનીને અરજણજીએ પૈસા કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો હતો. ત્યારે માલુમ પડયું હતું કે રીક્ષા ચાલક સહિતના મુસાફરોના વેશમાં બેઠેલા ઈસમો ૧૬ હજાર ચોરીને નાસી છે. જાે કે એ વખતે અરજણજી તબિયત અચાનક લથડતા તેઓ ઘરે પરત જતાં હતાં. અને કુંટુંબમાં લગ્ન પ્રસંગ પણ હોવાથી જેતે સમયે ફરિયાદ નોંધાવી ન હતી.
Recent Comments