fbpx
ગુજરાત

ગાંધીનગરમાં રિલાયંસ ચાર રસ્તા પાસેથી પોલીસે દારુની બોટલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો

ગાંધીનગરનાં રિલાયંસ ચાર રસ્તા પાસેથી નંબર પ્લેટ વિનાની વૈભવી કારમાંથી વિદેશી દારૂની વેટ-૬૯ ની બોટલની સાથોસાથ રોકડા રૂ. ૩.૮૦ લાખ તેમજ ૮૦ હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૧૯.૬૧ લાખનો મુદ્દામાલ મળી આવતા ઈન્ફોસિટી પોલીસને બગાસું ખાતાં પત્તાસુ હાથમાં આવી ગયાની ઘટના બનતા સમગ્ર ગાંધીનગરમાં આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડયો છે.

મોડી રાત્રે ગાંધીનગરનાં રિલાયન્સ ચોકડી ખાતે બનવા પામ્યો હતો. જેમાં વૈભવી કાર માંથી વિદેશી દારૂની માત્ર એક બોટલની સાથે પોલીસને રૂ. ૧૯.૬૧ લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યાંની વાત વાયુવેગે પ્રસરી જતાં ચર્ચાનો મુદ્દો બની ગયો હતો.

કારના ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ વૈભવ ગીરી ગોવિંદગિરી ગોસ્વામી (રહે સેક્ટર ૨ બી પ્લોટ નંબર ૧૪૫૭/૧, મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું સરસાવ ગામ ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારની તલાશી લેતા ડ્રાઇવર સીટની નીચે વેટ-૬૯ ની વિદેશી દારૂની મોંઘી કિંમતમાં વેચાતી બોટલ મળી આવી હતી. જે અંગે વૈભવગીરી સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસે નંબર પ્લેટ વિનાની વૈભવી કારની તલાશી શરૂ કરી દીધી હતી.

જેના પગલે વૈભવી કારની પાછળની સીટમાં પ્લાસ્ટિકની થેલીમાં જુદા જુદા દરની ચલણી નોટોનો રૂ. ૩.૮૦ લાખનો જથ્થો તેમજ તેના કિસ્સામાં થી પણ ૮૦ હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ જાેઈને પોલીસની આંખો પહોળી થઇ ગઇ હતી.જે અંગે પણ વૈભવગીરીએ સંતોષકારક કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ પોલીસ તેને ઈન્ફોસિટી પોલીસ ચોકી ખાતે લઈ આવી દારૂ ની બોટલ તેમજ રોકડ રકમ વિશે ઊંડી પૂછતાંછ હાથ ધરી હતી પરંતુ પૈસા બાબતએ કોઈ ફળદાયી હકીકત સામે આવી શકી ન હતી. આખરે વૈભવ ગિરી ગોસ્વામી વિરુદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts