ગુજરાતમાં ૭ મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. ૭ મેના રોજ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠક પર અને વિધાનસભાની ૫ બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મતદાનના દિવસે રજા જાહેર કરાઈ છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રજાની જાહેરાત કરાઈ છે. જેથી લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીમાં નાગરિકો મતદાન કરવા જઈ શકે. લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું છએ. લોકસભા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચદ્વારા વિડીયો કોન્ફરન્સ આયોજિત કરાઈ છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડા સાથે ચૂંટણી પંચની વીડિયો કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા થશે. પોસ્ટલ બેલેટ, ચૂંટણીમાં રાજકીય પક્ષોની મંજૂરીઓ, કાયદો વ્યવસ્થા તથા ફ્લાઈંગ સ્ક્વોડની કામગીરી પર સમીક્ષા થશે.
ગાંધીનગરમાં લોકસભા અને ૫ વિધાનસભા પેટાચૂંટણીના દિવસે જાહેર રજા




















Recent Comments