ગુજરાત

ગાંધીનગરમાં વિદ્યાર્થિની પર યુવકનું દુષ્કર્મ, પેટમાં દુખાવા તપાસમાં ૫ માસનો ગર્ભ નીકળ્યો

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી સગીર વિદ્યાર્થિની જૂનાગઢ ખાતે અભ્યાસ કરી રહી છે. થોડા સમય પહેલાં નેશનલ ગેમ્સનું આયોજન થયું હતું. જેથી તે ગાંધીનગર ખાતે ભાગ લેવા માટે પહોંચી હતી. ત્યાં સંપર્કમાં આવેલા યુવકે દુષ્કર્મ આચર્યું હતું. પાંચ માસનો ગર્ભ રહીં જતાં સુરત આવી હતી અને ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ગોડાદરામાં રહેતી સગીરા જૂનાગઢ ખાતે અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં રહેતી હતી. નેશનલ ગેમ દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન થયેલી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

તે દરમિયાન તે ગાંધીનગર ખાતે રહી હતી અને એક યુવક સાથે સંપર્કમાં આવી હતી અને શરીર સંબંધ બાંધ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાર્થિનીના પેટમાં છેલ્લા બે ચાર દિવસથી દુખાવો ઉપડતો હતો. જે અંગેની ફરિયાદ સગીરાએ પોતાના માતા-પિતાને ફોન ઉપર કરી હતી કે મારા પેટમાં દુખાવો થઈ રહ્યો છે. ત્યારબાદ તે સુરત આવી હતી અને સુરતમાં આવ્યા બાદ માતા-પિતા સાથે હોસ્પિટલમાં પેટના દુખાવા બાબતે તપાસ કરવા ગઈ ત્યારે જાણવા મળ્યું કે તેના પેટમાં પાંચ માસનો ગર્ભ છે. પોતાની સગીર દીકરી ગર્ભવતી છે એવું જાણીને માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સગીરા પણ સતત ચિંતામાં આવી આવી ગઈ હતી. સંપૂર્ણ વાત પોતાના માતા-પિતાને જણાવી હતી કે એક વખત ગાંધીનગર ખાતે તે ગેમ રમવા ગઈ હતી તે દરમિયાન એક યુવકના સંપર્કમાં આવી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ગાંધીનગર ખાતે નેશનલ ગેમ્સ રમવા ગઈ હતી. સગીરા સોફ્ટ બોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ટુર્નામેન્ટમાં ભાગ લેતા સમયે તે અન્ય વ્યક્તિઓ સાથે પણ સંપર્કમાં આવી હતી. મહેસાણાથી આવેલા યુવક સાથે સંપર્કમાં આવતા સગીરા અને મહેસાણાના યુવક વચ્ચે ટૂંકી મુલાકાતમાં જ શારીરિક સંબંધ બંધાઈ ગયો હતો.

સગીરા પાસે જે યુવક સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે તે અંગેની પણ વધુ માહિતી ન હતી. મહેસાણાનો જે યુવક છે તેનો સંપર્ક નંબર પણ સગીરા પાસે ન હોવાનું જાણવા મળ્યું છે. માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી તે તેના સંપર્કમાં રહેતી હતી અને ચેટિંગ કરતી હતી. યુવકે ઇન્સ્ટાગ્રામ ઉપર જે આઈડી બનાવી હતી તે આઈડી ઉપર જ તે સંપર્ક કરી લેતો હતો અને સગીરા પણ તે આઈડીથી જ ચેટ કરતી હતી. વધુ યુવક અંગે સગીરા પાસે પણ કોઈ માહિતી ન હતી. ગાંધીનગર ખાતે ઘટના બન્યા બાદ સગીરા ગોડાદરા વિસ્તારની હોવાને કારણે ગોડાદરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ સગીરાએ એક વખત શરીર સંબંધ યુવક સાથે બાંધ્યો હોવાનું જાણવા મળ્યું છે અને તે દરમિયાન જ તે ગર્ભ રહી ગયો હોવાનું પેટમાં દુખાવો થયા બાદ માતા-પિતાને જાણ કરી છે. સગીરા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં રહેતી હતી. કોઈ મોબાઈલ નંબર પણ ન હોવાનું સગીરા જણાવી રહી છે. મહેસાણામાં યુવક ક્યાં રહે છે તે અંગે પણ તેને કોઈ માહિતી ન હોવાની વાત કરી છે. જાેકે સમગ્ર ઘટના સામે આવતા હવે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Posts