fbpx
ગુજરાત

ગાંધીનગરમાં શાક માર્કેટોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કુંડાળા કરવા આદેશ

ગાંધીનગર માં ચાલી રહેલી કોરોનાની બીજી લહેરમાં દરમિયાન શહેરની શાક માર્કેટમાં સોશિયલ ડીસ્ટન્સ અને માસ્કનાં ધજાગરા ઉડતા હોવાથી આજથી તમામ શાક માર્કેટમાં દસ દસ ફૂટનું અંતર રાખવા કુંડાળા કરી દેવા માટે નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણા દ્વારા કડક આદેશો આપી દેવામાં આવ્યા છે.

ગાંધીનગર શહેરમાં કોરોનાની મહામારી પરાકાષ્ઠાએ પહોંચી જવા પામી છે. ગાંધીનગરમાં સંક્રમણ વધતું અટકાવવામાં માટે મિની લોકડાઉન તેમજ રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવા માટે ખડેપગે કામગીરી કરીને કોરોના સંક્રમણ અટકાવવા માટે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીવન જરૂરિયાતની ચીજાે સિવાયની દરેક દુકાનોને બંધ કરાવી દેવામાં આવી છે.

કોરોનાની પેહલી લહેરમાં પાન મસાલાના ગલ્લા ધારકોને સુપર સ્પ્રેડરની કેટેગરીમાં મૂકીને તમામ ગલ્લા બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે બીજી લહેરમાં પણ તમામ જીવન જરૂરિયાતની દુકાનો સિવાયની દુકાનો સદંતર બંધ કરાવી પોલીસ દ્વારા દંડો પછાંળવામાં આવી રહ્યો છે. પરંતુ શહેરનાં શાક માર્કેટમાં હજી પણ શાકભાજી વાળાઓ દ્વારા માસ્ક તેમજ સોશિયલ ડીસ્ટન્સ નાં દરરોજ ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts