ગાંધીનગરમાં “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા સરાહનીય કામગીરીમાણસા તાલુકાના આજાેલ ગામની માનસિક અસ્થીર મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
ગાંધીનગરમાં માનસિક અસ્થિરતાનાં કારણે ભૂલા પડી ગયેલ મહિલાઓ પરિવાર સાથે સુખદ મેળાપ કરાવી “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે જે કોઈ પણ કારણોસર ઘર પરિવારથી વિખુટી પડેલી મહિલાઓને આશ્રય આપે છે અને પોલીસની સહાયથી અત્યાર સુધી ઘણી મહીલાઓને પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો છે.
ગાંધીનગરના “સખી” વનસ્ટોપ સેન્ટરમાં સાતમી ફેબ્રુઆરીએ ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇન દ્રારા માનસિક અસ્થિર બહેનને લાવવામાં આવ્યા હતા. “સખી”વન સ્ટોપ સેન્ટરમાં આવ્યા બાદ મહિલાનો પહેરવેશ અને બોલી સાંભળતા જણાઇ આવતુ હતુ કે આ બહેન યુ.પીના વતની છે. બહેન સ્વસ્થ થતા તેમની સાથે વિશ્વાસ કેળવી તેમનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે બહેનની સાસરી માણસા તાલુકાના આજાેલ ગામ ખાતે છે. અને બહેનનું પિયર યુ.પીમાં છે. પરંતુ તેમને પોતાના સાસરીના ઘરના સરનામાની ખબર ન હતી. તેમજ બહેનની તબીબી તપાસ કરાવ્યા બાદ જણાઇ આવેલ કે બહેન શારિરીક રીતે સ્વસ્થ છે. પરંતુ માનસિક અસ્થિરતા ધરાવે છે.
જેથી તેમને તાજેતરની બનેલી કોઇપણ બાબત યાદ રહેતી ન હતી. આવા સમયે બહેનના જણાવ્યા મુજબ આજાેલ ગામની લિન્ક મળતા ગામના તલાટી,સરપંચ અને નજીકના પોલીસ સ્ટેશનમાં “સખી” વનસ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા સંપર્ક કરી બહેનના પરિવારની તપાસ કરવામાં આવી હતી. સતત બે દિવસ સુધી મહેનત કરવામાં આવતાં આખરે મહિલાનો પરિવાર મળી આવ્યો હતો. તેમના પરિવાર સાથે ટેલિફોનિક કાઉન્સેલિંગ કર્યા બાદ બહેનને તેમના પરિવાર સાથે વિડિયોફોન પર વાત કરાવવામાં આવતા ચોખવટ થઈ હતી કે આ તે મહિલાનો જ પરિવાર છે. ત્યારબાદ પરિવારના સભ્યોને“સખી”વનસ્ટોપ સેન્ટર ગાંધીનગર ખાતે બોલાવી પૂર્વ હકીકત જાણ્યા બાદ બહેનને તેમના પરિવારના સભ્યો સાથે જરૂરી લખાણ અને દસ્તાવેજ લઇને પરિવાર સાથે પુનઃ સુખદ મિલન કરાવવામાં આવ્યુ હતુ.
Recent Comments