ગાંધીનગર સેક્ટર ૧૦ના કર્મયોગી ભવનમાં આવેલી જીઆઇએલની કચેરીમાં ફરજ બજાવતા જપન શાહ, રૂચિ ભાવસાર, વિક્રાંત કંસારા, રાકેશકુમાર આર. અમીન અને સોનુસિંગ ઓફીટર બોરકર એન્ડ મજુમદારના ચાર્ટડ એકાઉન્ટન્ટે મળીને રૂ. ૬,૯૯,૦૫,૨૮૩ કરોડનું કૌંભાડ આચર્યું હતું. કૌંભાડની ફરિયાદ સેક્ટર ૭ પોલીસ મથકમાં ૪ જૂને નોંધાઈ હતી. પોલીસ ૫ એકાઉન્ટ તપાસી રહી છે અને એ એકાઉન્ટ બનાવટી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સરકારમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પૂરાં પાડતી કચેરીમાં કરોડો રૂપિયાનું કૌંભાડ કરાયા પછી આરોપીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. કોરોનાકાળનો આરોપીઓને સદુપયોગ કરીને કરોડો રૂપિયાનું કૌંભાડ આચર્યું છે. એલસીબી પીઆઇ જે. એચ. સિંધવ, પીએસઆઇ પી. ડી. વાઘેલા સહિતની ટીમે ૩ આરોપીને પકડ્યા છે. જેમાં ફાઇનાન્સનો ધંધો કરતો વસંત નટુભાઈ દરજી (રહે. ગોતા, અમદાવાદ), મુનાફ મહેમુદભાઇ શેખ (રહે. અલબુરુજ એમ્પાયર, સરખેજ, અમદાવાદ) અને ચંદનસિંહ નરસિંહભાઇ ચાવડા (રહે, સેક્ટર ૨૬, જીઆઇડીસી, ગાંધીનગર)ને પકડ્યા છે. જીઆઈએલ કંપનીના કૌંભાડી કર્મચારીઓએ વસંત દરજીની વિજય એન્ટરપ્રાઇઝ અને મુનાફ શેખની હેઝ એન્ડ મી કંપનીમાં આશરે રૂપિયા ૩૦ લાખ ટ્રાન્સફર કર્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ તેમના ખાતામાં જમા કરવામાં આવતી રકમ ઉપર દલાલી લેતા હતા. ઉપરાંત ગાંધીનગરના ચંદનસિંહ ચાવડાની એમ. એન. ઇન્ફ્રાકોન કંપનીમાં પણ રકમ જમા કરાવી હતી. એલસીબીએ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમા રીમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યાં હતા, પોલીસે ૭ દિવસના રીમાન્ડ માગ્યા હતા જ્યારે કોર્ટે ૨ દિવસના મંજૂર કર્યા હતા. સમગ્ર કૌંભાડમાં રૂચિ ભાવસાર અને જપન શાહ મુખ્ય આરોપી છે, પરંતુ કૌભાંડ આચર્યા પછી ભૂગર્ભમાં ઊતરી ગઈ છે.ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ કચેરીના ૫ અધિકારી અને કર્મચારીએ રૂ. ૭ કરોડનું કૌંભાડ આચર્યું હતું, જેની ફરિયાદ સેક્ટર ૭ પોલીસ મથકમાં નોંધાઈ હતી. ફરિયાદમાં આંકડો ૭ કરોડ બતાવ્યો હતો પરંતુ તપાસ બાદ ૩૫ કરોડને વટાવી ગયો હતો. આ કેસમાં મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર છે ત્યારે એલસીબીએ ૩ આરોપીને પકડ્યા છે. મુખ્ય આરોપીઓએ ઝડપાયેલા ત્રણેયની કંપનીના એકાઉન્ટમાં આશરે રૂ. ૩૦ લાખ જેટલી માતબર રકમ જમા કરાવી હતી અને તેના બદલામાં દલાલી ચુકવાતી હતી.

















Recent Comments